Monday, November 9, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતીઓને ‘દિવાળી ગિફ્ટ’, અમદાવાદમાં સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજ ખુલ્લો મૂક્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ અને લાખો ગુજરાતીઓ વાહનચાલકોને નવા વર્ષ પહેલા મોટી રાહત મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતીઓને દિવાળી ભેટ આપી છે. અમિત શાહના હસ્તે આજે, નવમી નવેમ્બરના દિવસે SG હાઈવે પરનો બ્રિજ ખુલ્લો મુકાયો છે. એસજી હાઈવેના એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે. જેના કારણે લાખો વાહનચાલકોને ટ્રાફિકથી મુક્તિ મળશે.

રિપોર્ટ મુજબ, આજે સવારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પહોંચી રૂ. 450 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા 4.5 કિમી લાંબા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ નવો બ્રિજ ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી વાહનચાલકો કોઈપણ ટ્રાફિક સિગ્નલ વિના સીધા ગાંધીનગર નોનસ્ટોપ પહોંચી શકશે. આ આધુનિક બ્રિજ પરથી રોજના 2 લાખથી વધુ લોકો સરળતાથી અવરજવર કરી શકશે, જેથી એસ.જી. હાઈવે પરની ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ તો વાહનચાલકોએ YMCA, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ જંક્શન પર ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.

આશરે રૂ. 464 કરોડના ખર્ચે તૈયાર થયેલો 4.03 કિલોમીટર લાંબો અને 26.8 મીટર પહોળો આ 6-લેન એલિવેટેડ કોરિડોર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જેમાં વાયાડક્ટ પોર્શન 2940 મીટર અને એપ્રોચની લંબાઈ 1090 મીટર છે. ફ્લાયઓવર પરથી પસાર થતા વાહનોના અવાજથી થતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા 5880 મીટર લંબાઈમાં ખાસ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. સુરક્ષા અને સુવિધા માટે 297 સ્ટ્રીટ લાઈટો, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓવર હેડ અને કેન્ટિલિવર ગેન્ટ્રી, રોડ સેફ્ટી બોર્ડ્સ, કેટ આઈસ, એન્ટીગ્લેર અને 7થી 14 મીટર પહોળાઈ ધરાવતા વાઈટટોપીંગ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.

આ બ્રિજની ખાસિયત તેની બંને તરફ બનાવવામાં આવેલા રેમ્પ છે. સરખેજ-સાણંદ ચોકડીથી ઇસ્કોન તરફ જતાં વાહનો માટે ત્રણ રેમ્પ બનાવવામાં આવ્યા છે. જ્યારે ઇસ્કોનથી સરખેજ-સાણંદ ચોકડી તરફ જતાં વાહનો માટે પણ ત્રણ રેમ્પ તૈયાર કરાયા છે. આ રેમ્પના કારણે મુખ્ય એલિવેટેડ માર્ગ અને આસપાસના રસ્તાઓ વચ્ચે વાહનોની અવરજવર સરળ બનશે.
આ એલિવેટેડ કોરિડોર શરૂ થતાં રોજના અંદાજે બે લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે. ખાસ કરીને સરખેજ, સાણંદ ચોકડી અને ઇસ્કોન તરફ અવરજવર કરતા વાહનચાલકોનો સમય બચશે. SG હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટે અને વાહનોની ગતિ વધે તે દિશામાં આ બ્રિજ મહત્વપૂર્ણ સાબિત થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...