Saturday, November 14, 2026

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર, આ વિસ્તારોમાં સોમવારે પાણી નહીં આવે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જુહાપુરા અંબર ટાવર રોડ પર લાઈન શિફ્ટિંગ અને લીલાપુર તળાવ પાસે નવા સ્પીડલ રોડની કામગીરીના કારણે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીનો સપ્લાય 16 નવેમ્બરના રોજ સવારે 8:00 વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવશે.આ કામગીરી પૂર્ણ થયા બાદ બીજા દિવસે 17 નવેમ્બરે સવારે ઉપલબ્ધ પાણીના જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.

AMC ના ઈજનેર વોટર પ્રોજેકટના જણાવ્યા મુજબ, જાસપુર 200 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારીત ટ્રક મેઈન લાઈન પૈકી લીલાપુર ગામ પાસે આવેલા લીલાપુર તળાવ પાસેના 1300 મીમી વ્યાસના સ્કાવર વાલ્વનો સ્પીડલ રોડ ખરાબ થયેલો હોવાથી નવો સ્પીડલ રોડ નાખવાની કામગીરી તથા સરખેજ નેશનલ હાઇવે-કેડીલા સર્કલથી એ.પી.એમસી. તરફ જતી 750 મીમી વ્યાસની એમ.એસ. ટ્રંક મેઈન લાઈન પર અંબર ટાવર-ક્લાસિક હોમ પાસે ડ્રેનેજ રી-હેબની કામગીરીમાં નડતરરૂપ લાઈન શિફટીંગની કામગીરી કરવાની છે. જેથી 16 નવેમ્બરે પાણીની સપ્લાય શટડાઉન થશે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં અસરગ્રસ્ત વિસ્તારો:

ગોતા વોર્ડના ગોતા TP-55 વિસ્તાર
બોડકદેવ વોર્ડનો રાજપથ TP-50 વિસ્તાર
થલતેજ વોર્ડના ભાડજ TP-409 વિસ્તાર
હેબતપુર TP-53/A વિસ્તાર
શીલજ ગામ
બોપલ-ઘુમા વિસ્તાર
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અસરગ્રસ્ત વિસ્તારો:
સરખેજ-મકતમપુરા વોર્ડનાં તમામ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન
સમગ્ર સરખેજ વિસ્તાર
જુહાપુરા વિસ્તાર
આ વિસ્તારોમાં 16 નવેમ્બરની સવારના પાણી પુરવઠા બાદના તમામ નિર્ધારિત સપ્લાય બંધ રહેશે.

17 નવેમ્બરથી પાણી પુરવઠો શરૂ થશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવ્યા મુજબ, કામગીરી પૂર્ણ થયા બાદ 17 નવેમ્બરે પાણીનો પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે. જોકે, તે દિવસે પાણી ઉપલબ્ધ જથ્થા પ્રમાણે આપવામાં આવશે. તેથી અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને સોમવાર માટે પાણીનો જરૂરી સંગ્રહ કરી રાખવા સૂચન છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...