Monday, November 16, 2026

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

spot_img
Share

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો અને શુભેચ્છકોએ એકબીજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ નવા વર્ષમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કાર્યકરોને એક ખાસ સંદેશ આપ્યો છે.

કાર્યકરોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન કોઈનામાં વધઘટ કે મનદુઃખ થયાં હોય તો ફરી એકસાથે મળીને સ્નેહ જાળવવાનો આ અવસર છે. ભાજપ પર પ્રજાએ જે વિશ્વાસ અને સ્નેહ મૂક્યો છે તેને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ આ સ્નેહમિલનમાં લેવાનો છે. જ્યાં હજુ અંધારું હોય ત્યાં આપણા વિકાસનો દીપક પ્રગટાવીએ અને વધુમાં વધુ લોકોનો પ્રેમ કેવી રીતે જીતી શકાય તે દિશામાં કામ કરીએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે કોઈ અસંતુષ્ટ હોય તેને સંતુષ્ટ કેવી રીતે કરી શકાય તેવો સંકલ્પ પણ લેવો જોઈએ.

ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવા એ આ વર્ષને વિશેષ બનાવે છે. ભાજપના કાર્યકરો સતત પ્રજાની વચ્ચે રહીને સામાન્ય પરિવારોના જીવનમાં વિકાસના દીવા પ્રગટાવવાનું કામ કરે છે.’ તેમણે જાહેરાત કરી હતી કે, આગામી 22 નવેમ્બરના રોજ ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમો યોજાશે. નવા વર્ષમાં સંગઠન અને જનસંપર્કને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ભાજપના નેતાઓએ કાર્યકરોને સક્રિય કામગીરી કરવા હાકલ કરી હતી.

આગામી 22 નવેમ્બરે તમામ વિધાનસભા ક્ષેત્રોમાં સ્નેહમિલન કાર્યક્રમો યોજવાની તૈયારી વચ્ચે આજના કાર્યક્રમમાં ધારાસભ્યોની હાજરી પણ ધ્યાન ખેંચનારી રહી હતી. આમંત્રણ હોવા છતાં મોટાભાગના ધારાસભ્યો અને અમુક મંત્રીઓ હાજર રહ્યા નહોતા. ગણતરીના ધારાસભ્યો અને તેમના જૂથના કાર્યકરો જ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...