Monday, September 28, 2026

AMCની મેગા સિલિંગ ઝૂંબેશ યથાવત, અમદાવાદના સાત ઝોનમાં ટેક્સ કલેક્શન વાન મૂકાઇ

spot_img
Share

અમદાવાદ : એક તરફ AMC દ્વારા ટેક્સધારકો દ્વારા વર્ષોથી બાકી ટેક્સની રકમ ન ભરતાં કરોડોની બાકી રકમ વસૂલવા માટે ટેક્સ વિભાગ દ્વારા મેગા સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે લોકો સરળતાથી ટેક્સ ભરી શકે તેના માટે ટેક્સ કલેક્શન વાન મૂકવામાં આવી છે. 31 માર્ચ સુધીમાં વ્યાજ માફીની સ્કીમ લાગૂ કરવામાં આવી છે.શુક્રવારે AMC દ્વારા 14118 જેટલી મિલકતોને સીલ કરાઈ હતી.

અમદાવાદના ત ઝોનમાં ઝોન વાઈઝ એક એમ કુલ સાત જેટલી ટેક્સ કલેક્શન વાન મુકાઈ છે જે ઘરે ઘરે અને સોસાયટીઓમાં ફરીને જો ટેક્સ ભરવો હોય તો વ્યાજ માફીની સ્કીમ માટે માઈકમાં જાહેરાત કરી અને લોકોને જણાવવામાં આવે છે. વર્ષ 2022-23ની ચાલુ નાણાકીય વર્ષની આજ દિન સુધીની ટેક્સની રૂ.1574 કરોડ આવક થઈ છે. 31 માર્ચ સુધી કોર્પોરેશનના સિવિક સેન્ટર રજાના દિવસે પણ ચાલુ રહેશે.

શુક્રવારે મેગા સિલિંગ ઝૂંબેશ અંતર્ગત એક જ દિવસમાં AMC દ્વારા 14118 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે અને રૂ.18.05 કરોડની આવક થઈ છે. મેગા સિલિંગ ઝૂંબેશ અંતર્ગત સૌથી વધારે પૂર્વ ઝોનમાં 4565 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ AMC દ્વારા આ મેગા સિલિંગ ઝૂંબેશ યથાવત રહેશે તેમ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...