Monday, October 12, 2026

તમારા વિસ્તારના ધારાસભ્યો વિધાનસભામાં બેસીને શું કરે છે તે Live જોઈ શકશો, મુખ્યમંત્રીએ લોન્ચ કરી Youtube ચેનલ

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા એ ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર છે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યૂબ ચેનલ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.

ગુજરાત વિધાનસભાની Youtube ચેનલ જોવા માટે અહીં ક્લીક કરો…

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત વિધાનસભાની એક યુ-ટ્યૂબ ચેનલ શરૂ કરાઈ છે. ગૃહમાં ચાલતી કાર્યવાહીના વીડિયો આ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે, અલબત્ત આ ચેનલ પરના વીડિયો સેન્સર્ડ હશે. એટલે કે તમામ કાર્યવાહી લાઇવ બતાવવાને બદલે અમુક જ કાર્યવાહીના વીડિયો અને તે પણ સંકલન કરીને મૂકવામાં આવશે. ઘણી વાર વિધાનસભામાં ચર્ચા દરમિયાન સભ્યો બિનસંસદીય શબ્દોનો પોતાના ભાષણમાં ઉપયોગ કરે છે, તેથી આવા શબ્દોને અધ્યક્ષ વિધાનસભાના રેકર્ડ પરથી દૂર કરાવે છે. આ શબ્દો વીડિયો સ્વરૂપે જાહેરમાં પ્રસારિત ન થાય તે માટે વિધાનસભાની કાર્યવાહીના વીડિયોનું સંકલન કરીને તેને પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની Youtube ચેનલ જોવા માટે અહીં ક્લીક કરો…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે, યુટ્યુબ ચેનલ થકી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો. હવે તમે તમારા વિસ્તારના ધારાસભ્યો વિધાનસભામાં બેસીને શું કરે છે તે લાઈવ જોઈ શકશો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...