Tuesday, September 22, 2026

સીજી રોડ પર આંગડિયા પેઢીનો કર્મી લુંટાયો, 50 લાખ ભરેલ બેગ ઝુંટવી 2 શખ્સો ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટના વધતી જતી હોય તેવું વર્તમાનમાં કિસ્સાઓ પરથી જાણી શકાય છે. શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સીજી રોડ પર લાખોની લૂંટ થઈ છે મળી રહેલ અહેવાલો મુજબ આર. અશોક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે.જેના પગલે ક્રાઇમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસની ટીમો તપાસમાં લાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સીજી રોડ પર આર.અશોક આંગડિયા પેઢીનો કર્મચારી એક્ટિવા પર જઈ રહ્યો હતો, ત્યારે કર્મચારી પાસે રૂપિયા 50 લાખ જેટલી રકમ હતી. સીજી રોડ પર સુપર મોલ નજીક પહોંચ્યો હતો ત્યારે તેની સાથે લૂંટની ઘટના બની હતી.બાઈક પર આવેલા 2 શખ્સોએ લૂંટને અંજામ આપીને ફરાર થયા હતાં. જે સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ અખબારનગર વિસ્તારમાં પણ આવી જ એક લૂંટની ઘટના નોંધાઈ હતી. જેમાં પટેલ અમૃત કાન્તિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક ઉપર આવેલા લૂંટારૂઓ આંગડિયા પેઢીના કર્મી પાસેથી બેગ ઝુંટવી ફરાર થઈ ગયા હતા. લૂંટાયેલ કર્મચારી આંગડીયા પેઢીનો કર્મચારી હતો. બેગમાં રોકડ રકડ સહિત રૂ.25 લાખનો મુદ્દામાલ હોવાનું હાલ જાણવા મળ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...