અમદાવાદ: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટોક આવતા વધુ સારવાર અર્થે મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે લઇ જવાયા છે. અમદાવાદમાં કેડી હોસ્પિટલ ખાતે સારવાર બાદ મુંબઇ એર એબ્યુલન્સ મારફતે શિફ્ટ કરાયા હતા. અનુજ પટેલના ઝડપી સારા સ્વાસ્થ્ય માટે શહેરના વિવિધ મંદિરોમાં પાર્થનાઓ શરૂ કરવામાં આવી છે. આજરોજ ખાનુપર ખાતે આવેલ ભાજપના શહેર કાર્યાલય ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ અને નિરામય આરોગ્ય માટે વેદમાતા ગાયત્રીના મંત્ર-અનુષ્ઠાન-યજ્ઞનું કરવામાં આવ્યું હતું.
આજે બપોરે ખાનુપર ખાતે આવેલ ભાજપના શહેર કાર્યાલય ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ અને નિરામય આરોગ્ય માટે વિદ્વાન બ્રહ્માણો ઉપસ્થતિમાં વેદમાતા ગાયત્રીના મંત્ર-અનુષ્ઠાન-યજ્ઞનું કરવામાં આવ્યું હતું.જેમાં શહેરના મેયર કિરીટ પરમાર, ડે મેયર, સંસદસભ્ય હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય જીતુભાઇ ભગત, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ સહીત મોટી સંખ્યામાં સંગઠનની ટીમના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં
આ અગાઉ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા પારમેશ્વર મંદિર ખાતે મહાદેવના સાન્નિધ્યમાં વિદ્વાન બ્રહ્માણો દ્વારા સવા લાખ મહામૃત્ય જાપ અને બિજ મંત્ર સાથે અનુષ્ઠાન શરૂ કરાયું હતું. મહાદેવના આર્શિવાદથી અનુજ પટેલ ઝડપથી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. આજે શાહીબાગ ખાતે સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ અને સ્ટાફ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.


