Monday, September 28, 2026

CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા દર્શન, મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી દ્વારા કરાયું સન્માન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વહેલી સવારે CM ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. મુખ્યપ્રધાને મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કરી આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા ભગવાન જગન્નાથનો ફોટો આપી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રમાં ભાજપ સરકારના નવ વર્ષ પૂર્ણ થતા વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથ મંદિરની મુલાકાત લઈ અને મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીને નવ વર્ષ પૂર્ણ થયાની પુસ્તિકા આપી હતી.

અમદાવાદમાં આગામી 20 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ પોલીસ સંપૂર્ણ સજ્જ છે. સુરક્ષામાં કોઈપણ કચાશ બાકી ન રહે તે માટે પોલીસે વ્યાપક પ્રમાણમાં તૈયારી શરૂ કરી છે. રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ હાથ ધરાયું છે. યાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર પોલીસની બાજ નજર છે.

અમદાવાદમાં આગામી 20 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જેમાં આ વખતે પ્રથમ વાર સુરક્ષા બંદોબસ્ત જાળવવા માટે ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે. રથયાત્રામાં પ્રથમ વખત ટેલિગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ લોંચ કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...