Monday, September 28, 2026

અમદાવાદમાં તસ્કરોનો આતંક, ઓફિસનું તાળું તોડીને 77 લાખના 119 આઈફોનની ચોરી

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે આઈ વિઝન કોમ્પ્લેક્સમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. માસ્ક, ટોપી તેમજ કોલેજિયન બેગ લટકાવીને ચોરી કરવા આવેલા ચોરની તસવીર ઓફિસની બહારના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મોબાઇલની હોલસેલની દુકાનમાંથી 119 આઇફોનની ચોરીની ઘટનાથી ચકચાર મચ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે આઈ વિઝન કોમ્પ્લેક્સમાં આવેલી મોબાઈલ ફોનના હોલસેલરની દુકાનમાં મોડી રાતે ચોર 119 આઇફોન ચોરીની ઘટના સામે આવી છે. જેની કિંમત અંદાજિત 76.75 લાખ રૂપિયા છે. ચોરી કરાયેલા આઇફોનમાં આઈફોન 14 મોડલના 72 ફોન ચોરાયા છે જ્યારે હતા જ્યારે આઈફોન 13 મોડલના 47 ફોનની ચોરી થઈ છે. જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે પોલીસે ચોરીની ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ફરિયાદી અપૂર્વ ભટ્ટ પાંજરાપોળ ચાર રસ્તા નજીક વાયબલ રિકોમર્સ ઈંડિયા નામની કંપની ધરાવીને હોલસેલમાં મોબાઈલ ખરીદ વેચાણનો ધંધો કરે છે. 5 જૂનના સોમવારે સવારે ઓફિસે પહોંચ્યો ત્યારે દરવાજાનું લોક તૂટેલું હતું. જે બાદ જાણ થઇ કે, તિજોરીમાંથી રોકડા રૂ.63,500 અને 128 જીબીના 72 આઈફોન 14, 128 જીબીના 31 આઈફોન 13 અને જૂના સ્ટોરમાંથી 11 આઈફોન 13 મળીને કુલ રૂ.76.75 લાખની 119 આઈફોનની ચોરી થઈ છે. જે બાદ વેપારીએ દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક ચોર 4 જૂને રાત્રે ઓફિસમાં ઘુસ્યો હતો અને હાથફેરો કરી નાસી છૂટયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...