અમદાવાદ : આજે સવારથી બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને પગલે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. શહેરમાં ઘણી જગ્યાએ ધૂળીયું વાતાવરણ સર્જાયું છે. આજે સવારથી શહેરમાં પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સાંજે અમદાવાદમાં પવન અને રાતે વરસાદ થવાની શકયતા છે. 16 અને 17 જુનના રોજ ભારે પવન અને વરસાદ થવાની અમદાવાદમાં શક્યતા છે. અમદાવાદમાં 13-14 જૂનના વરસાદની સંભાવના 40 થી 50 ટકા વચ્ચે રહેશે. ગુરુવારે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. બુધવારથી શુક્રવાર અમદાવાદમાં તોફાની પવન ફૂંકાશે.
આ દિવસે વરસાદની સંભાવના
14 જૂન: રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ, કચ્છ.
15 જૂન: રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ.
16 જૂન: જામનગર, દ્વારકા, રાજકોટ, જુનાગઢ, મોરબી, પોરબંદર, કચ્છમાં અતિભારે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદ.
17 જૂન: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં અતિભારે, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, કચ્છમાં ભારે વરસાદ.


