Monday, September 28, 2026

ડૉક્ટર સાથે હનીટ્રેપનો મામલો : સારવારના બહાને હોસ્પિટલ આવી પછી પ્રેમભરી વાતો કરીને પહોંચી ગઈ બેડરૂમમાં

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં હનીટ્રેપનાં કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. સ્વરૂપવાન યુવતીઓ તેમજ મહિલાઓ પોતાનાં મોજ શોખ પુરા કરવા માટે લોકોને હનીટ્રેપનો શિકાર બનાવી રહી છે.અમદાવાદમાં એક મહિલાએ પગના દુ:ખાવાના બહાને ડૉક્ટરના નંબર લઈને તેની સાથે ફોન પર વાતો કરીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ તેની પાસેથી કેનેડા જવાના બહાને 50 હજાર રૂપિયા રોકડા મેળવી લીધા હતાં. જો કે, મહિલાની છેતરપિંડી અહીં સુધી અટકી નહી, ડૉક્ટર સાથે શારિરીક સંબંધ બાંધી ત્યારબાદ પોતાના સાથીદારો પાસેથી બ્લેકમેઈલિંગ કરાવીને 50 લાખની માંગ કરી હતી. તેમાંથી એક શખ્સે તો ડૉક્ટરને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદ હાલ ડૉક્ટરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાંદખેડામાં રહેતાં ડોકટરએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10મી જૂનના રોજ અન્ય શહેરની હોસ્પિટલમાં તેઓ હાજર હતાં તે દરમિયાન એક મહિલા આવી હતી. તેને પગમાં દુઃખાવાની ફરિયાદ કરતાં તેની સારવાર કરી હતી અને ડાબા પગે રસોળીની ગાંઠ હોવાનું જણાતાં તેમને ઓપરેશન કરાવવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યારે આ મહિલાએ ડૉક્ટરને કહ્યું હતું કે, હું બહાર રહું છું અને અમદાવાદમાં તેમના સંબંધીના ઘરે રોકાય છે. જેથી જો તમારો નંબર આપો તો હું તમારી એપોઈન્ટમેન્ટ લઈને સારવાર માટે આવી શકું. જેથી ડોક્ટરે આ મહિલાને તેમનો નંબર આપ્યો હતો.

આ મહિલાએ ડૉક્ટર સાથે ફોન પર અને વ્હોટ્સએપ પર વાર્તાલાપ કર્યો હતો અને ડૉક્ટરને પ્રેમજાળમાં ફસાવ્યા હતાં. ત્યારબાદ મહિલાએ ડૉક્ટર પાસેથી રૂપિયા કેનેડા જવાના બહાને લીધા હતાં. ત્યારબાદ યુવતી ડૉક્ટરની ક્લિનીક પર વારંવાર અવરજવર કરવા માંડી હતી. એક વખત તો ડોક્ટર અને યુવતી વચ્ચે સહમતિથી શારિરીક સંબંધો બંધાયા હતાં. બંને જણા જયારે ડોક્ટરના ઘરમાં બેઠા હતાં ત્યારે બે માણસો તેમના ઘરે આવ્યા અને આવી કહ્યું – ‘દરવાજો ખોલો મારી બહેન અંદર છે. ત્યારબાદ 6 જેટલા માણસો આવ્યા હતાં. તેમણે ડોક્ટરને કહ્યું હતું કે, તમે મારી બહેન પર બળાત્કાર ગુજાર્યો છે. અમે તેના પિતાને બોલાવીએ છીએ અને પોલીસ ફરિયાદ કરીએ છીએ.’

આ છ જણામાંથી એક શખ્સે ડૉક્ટરને છરી બતાવી હતી અને કેટલાકે તેને માર માર્યો હતો. એક ઈસમે તો એવું કહ્યું હતું કે, આ બધુ પતાવી દેવું હોય તો 50 લાખ રૂપિયા આપો. જો નહીં આપો તો જાનથી મારી નાંખીશું. એક શખ્સે તો એવું પણ કહ્યું હતું કે, હું અગાઉ મર્ડરના ગુનામાં જેલમાં જઈ આવ્યો છું. તમને પણ મારી નાંખીશ.ત્યાર બાદ ડોક્ટરે પૈસા આપવાની ના પાડી હતી અને છેવટે 15 લાખ રૂપિયા આપીને મામલો પુરો કરવાનું કહ્યું હતું પણ ડૉક્ટરે પૈસા નહોતા આપ્યા. જેથી એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો અને પોલીસ ત્યાં આવતાં ડોક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. જ્યાં તેમણે પોતાની સાથે થયેલી ઘટના અંગેની ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...