Monday, August 3, 2026

અમદાવાદીઓ બહારનું ખાતા પહેલા સો વખત વિચારજો ! ફેમસ રેસ્ટોરન્ટના સંભારમાંથી વંદો નીકળ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અવારનવાર હોટેલ કે રેસ્ટોરન્ટના જમવામાં વંદો કે ગરોળી કે અન્ય જીવજંતુઓ આવ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે ફરી એક વાર શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સમાં ઢોંસાના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલા ઢોંસા સાથે સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના બની છે. જે બાદ ગ્રાહકે સમગ્ર વિગતો ટ્વીટ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. તો બીજી તરફ ગ્વાલિયા તરફથી યુવકની લેખિતમાં માફી માગવામાં આવી હતી.


પ્રાપ્ત વિગતો મુજબ, રથયાત્રાના દિવસે ઘાટલોડિયાનો જીગર વાઘવાણી નામનો યુવક પરિવાર સાથે થલતેજની ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો હતો. જ્યાં પરિવારે મૈસૂર મસાલા ઢોંસા ઓર્ડર કર્યા હતા. ઢોંસાની સાથે ચટણી અને સંભાર આપવામાં આવ્યા હતા, જેમાં સંભારમાં વંદો નીકળ્યો હતો. સંભારમાંથી વંદો નીકળતા યુવક દ્વારા સ્ટાફને બોલાવીને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ ગ્વાલિયા તરફથી સંભાર પાછો લઈ લીધો હતો. તો યુવકે લેખિતમાં ભૂલ સ્વીકારવાની માગણી કરી હતી. જેમાં ગ્વાલિયા સ્વીટ્સ દ્વારા ઈ-મેઈલથી યુવકની માફી માગવામાં આવી હતી.

સમગ્ર મામલે જીગરે ટ્વીટ કરીને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ફરિયાદ કરી હતી. સાથે જ ગ્વાલિયા દ્વારા ભૂલ સ્વીકારીને માગવામાં આવેલી માફીનો ઈ-મેઈલ પણ ટ્વીટમાં મૂક્યો હતો. જોકે હજુ સુધી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...