Thursday, March 12, 2026

AMCનો મહત્વનો નિર્ણય, કોઈપણ મિલકતને BU આપતાં પૂર્વે ટેક્સ વિભાગનું NOC ફરજિયાત

spot_img
Share

અમદાવાદ : AMCના એસ્ટેટ તથા ટેક્સ ખાતા દ્વારા મિલક્તની BU Permissionને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈપણ મિલકતને BU Permission આપતા પહેલા ટેક્સ ખાતાની NOC ફરજિયાત કરાઈ છે. GPMC ACT ની જોગવાઇ અનુસાર મિલકતોની BU PERMISSION ની તારીખ અથવા મિલકતોનો ખરેખર વપરાશ શરૂ થયા તારીખ, તે બેમાંથી જે વહેલુ હોય તે તારીખથી મિલકતની ટેક્સ આકારણી કરવાની થાય છે.

હાલમાં ઝોનલ એસ્ટેટ વિભાગ મિલકતને BU Permission આપે છે, તેને હવે ઝોનના ટેક્સ ખાતામાં મોકલીને ટેક્સ વિભાગની NOC પણ લેવામાં આવશે. ટેક્સ વિભાગ મિલકતની આકારણી પર કરશે. હાલ કોઇપણ જૂની મિલકતને તોડવા માટે મ્યુનિ. પાસે નો-ડ્યૂ સર્ટિફીકેટ લેવામાં આવે છે. ટેક્સની રકમ બાકી હોય તો નો-ડ્યૂ સર્ટિફિકેટ મળી શકે નહીં.

AMCના આ મહત્વના નિર્ણયના કારણે રજા ચિઠ્ઠી મળ્યા પહેલા જ ટેક્સની રકમ ભરપાઇ થઇ જાય છે. જેને કારણે આ જગ્યા ઓપન લેન્ડ તરીકે તેનો ટેક્સ તે પદ્ધતિએ હોય છે. બાદમાં ત્યાં બાંધકામ થઇ ગયા બાદ જ્યારે ફરીથી BU Permission લેવામાં આ‌વે ત્યારે તેની ટેક્સ વિભાગની NOC લેવામાં આ‌વે તો આકરણી કરીને ટેક્સ શરૂ થઇ શકે. આ પ્રક્રિયાને કારણે AMCની ટેક્સની આવક વધવાની શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...