અમદાવાદ : AMCના એસ્ટેટ તથા ટેક્સ ખાતા દ્વારા મિલક્તની BU Permissionને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈપણ મિલકતને BU Permission આપતા પહેલા ટેક્સ ખાતાની NOC ફરજિયાત કરાઈ છે. GPMC ACT ની જોગવાઇ અનુસાર મિલકતોની BU PERMISSION ની તારીખ અથવા મિલકતોનો ખરેખર વપરાશ શરૂ થયા તારીખ, તે બેમાંથી જે વહેલુ હોય તે તારીખથી મિલકતની ટેક્સ આકારણી કરવાની થાય છે.
હાલમાં ઝોનલ એસ્ટેટ વિભાગ મિલકતને BU Permission આપે છે, તેને હવે ઝોનના ટેક્સ ખાતામાં મોકલીને ટેક્સ વિભાગની NOC પણ લેવામાં આવશે. ટેક્સ વિભાગ મિલકતની આકારણી પર કરશે. હાલ કોઇપણ જૂની મિલકતને તોડવા માટે મ્યુનિ. પાસે નો-ડ્યૂ સર્ટિફીકેટ લેવામાં આવે છે. ટેક્સની રકમ બાકી હોય તો નો-ડ્યૂ સર્ટિફિકેટ મળી શકે નહીં.
AMCના આ મહત્વના નિર્ણયના કારણે રજા ચિઠ્ઠી મળ્યા પહેલા જ ટેક્સની રકમ ભરપાઇ થઇ જાય છે. જેને કારણે આ જગ્યા ઓપન લેન્ડ તરીકે તેનો ટેક્સ તે પદ્ધતિએ હોય છે. બાદમાં ત્યાં બાંધકામ થઇ ગયા બાદ જ્યારે ફરીથી BU Permission લેવામાં આવે ત્યારે તેની ટેક્સ વિભાગની NOC લેવામાં આવે તો આકરણી કરીને ટેક્સ શરૂ થઇ શકે. આ પ્રક્રિયાને કારણે AMCની ટેક્સની આવક વધવાની શક્યતા છે.