Thursday, March 12, 2026

અમદાવાદમાં પોલીસ ડ્રાઈવ વચ્ચે પણ નબીરાઓ બેફામ, ગત રાત્રીએ બે અકસ્માત સર્જાયા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં થોડા દિવસો પહેલા ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોજારા અકસ્માતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં શહેરમાં એક બાદ એક નબીરાઓના અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. બે દિવસ પહેલા મણીનગર બાદ અમદાવાદ શહેરમાં ગત રાત્રીના બે અકસ્માતો સર્જાયા જેમાં શહેરના માનસી સર્કલથી માણેકબાગ વચ્ચે નશાની હાલતમાં બેફામ રીતે નશાની હાલતમાં BMW કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો તો બીજી તરફ પંચવટી ચાર રસ્તા પર બેફામ આવતી કારે ઓટો રિક્ષાને અડફેટે લેતા 2 મહિલા, 2 બાળકો અને 1 પુરુષ ઈજાગ્રસ્ત થતા તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) ખસેડવામાં આવ્યા છે. ખાસ વાત છે કે પોલીસ દ્વારા હાલમાં શહેરભરમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, આ વચ્ચે પણ નબીરાઓ બેફામ બનીને દારૂ પીને વાહન લઈને નીકળી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં ગત મોડી રાત્રીના માનસી સર્કલ થી માણેકબાગ સર્કલ સુધી કમલેશ બિશનોઇ (Kamlesh Bishnoi) નામના શખ્શે નશાની હાલતમાં બેફામ રીતે BMW કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. માણેકબાદ પાસે આ શખ્સની કારનું ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટના દરમિયાન રાહદારીઓ ગભરાયા હતા.નાગરિકોના જીવનને જોખમમાં મૂકીને કાર હંકારતા કમલેશ બિશ્નોઈને (Kamlesh Bishnoi) નાગરિકોએ બરોબરની સરભર કરી હતી અને પોલીસને સોંપ્યો હતો. મોડી રાતે નશાની હાલતમાં હોવાથી પોલીસને તે જવાબ આપવા જેટલો પણ સક્ષમ નહોતો. હાલ પોલીસ કમલેશ બિશ્નોઈની પુછપરછ કરી રહી છે.

અકસ્માતના બીજા બનાવમાં રાત્રીના બે વાગ્યાના અરસામાં અમદાવાદના પંચવટી ચાર રસ્તા પાસે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સીજી રોડ તરફથી આવતી કારે રામદેવનગર તરફથી આવતી રિક્ષા સાથે અકસ્માત સર્જાયો જેમાં રિક્ષા પલ્ટી ખાઈ ગઈ જેમાં 5 લોકો સવાર હતા જેમને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. દશામાનું જાગરણ હોવાથી પરિવાર રિક્ષામાં એલિસબ્રિજ તરફ જઈ રહ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટના બાદ શહેરભરમાં પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ મણીનગરમાં પણ દારૂ પીને એક કાર ચાલકે અકસ્માત સર્જીને કાર દિવાલ સાથે અથડાવી હતી. કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. જે બાદ પોલીસે તેમને જાહેરમાં અકસ્માત સ્થળે લઈ જઈને મેથીપાક આપ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...