Sunday, September 27, 2026

અમદાવાદનો કુશ પટેલ લંડનમાં ખોવાયો, ચાર દિવસથી ચિંતામાં ડૂબેલા પરિવારના શોધખોળ માટે પ્રયાસો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પાસેના વહેલાલ અને અમદાવાદના નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ ચાર દિવસથી લંડનમાં ગુમ થયો છે. ચાર દિવસથી અમદાવાદના યુવાનનો કોઈ પતો લાગી રહ્યો નથી. જે અંગે 10 ઓગસ્ટે કુશ પટેલ ગુમ થયાની પરિવારને જાણ થઈ હતી. 10 ઓગસ્ટ પહેલા પરિવારનો 24 કલાક સુધી મોબાઇલ દ્વારા સંપર્ક ના થતા રૂમમેટ ને પૂછતા ગુમ થયાની જાણ થઈ હતી. જેના બાદ પરિવારે લંડનમાં વેમલી પોલીસ સ્ટેશનમાં કુશના ગુમ થયાની પોલીસ ફરિયાદ કરી છે. જે ફરિયાદ કરતા યુવાન કુશની શોધખોળ શરૂ કરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કુશ પટેલ બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર વર્ષ 2022માં લંડન ગયો હતો. જોકે લંડન પહોંચ્યાના બે અઠવાડિયા પછી જ તેને કોલેજે નોટિસ આપી જતા રહેવા કહ્યું હતું. કોલેજમાં અટેન્ડન્સના અભાવને પગલે તેને ફીને લઈને નોટિસ મળી હોવાનું કહેવાય છે. આ મામલામાં પરિવારે કોલેજની ફીની પ્રક્રિયા પુરી કરી દીધી હતી જે પછી તેને કાયદા અનુસાર વર્ક પરમીટ માટે અરજી કરી હતી. જોકે એજન્ટ દ્વારા પ્રોસેસ ના થઈ શકતા પરિવારે જે લોન લઈને નાણાંની વ્યવસ્થા કરી હતી તે નાણાં કુશને પરત કરી દેવાયા હતા.

જોકે તે અરસામાં બેથી ત્રણ મહિનામાં જ કુશના વિઝા પુરા થઈ રહ્યા હતા. કુશ પટેલ પરિવારને આ બાબતે શું કહેશે તેની ચિંતામાં હતો. ત્યારે અચાનક તે મોબાઈલ બંધ કરીને ક્યાંક જતો રહ્યો હોવાની શંકા ઊભી થઈ છે. આ જેને પગલે હવે લંડન પોલીસ તપાસ કરી રહી છે. કુશ પટેલના ગુમ થયા બાદ તેને શોધવા માટે ચિંતાતૂર પરિવાર આકાશ પાતાળ એક કરવા સમાન પ્રયાસ કરી રહ્યા છે. તેમજ પરિવારે ગુજરાત સરકાર પાસે પણ મદદ માટે રજૂઆત કરી છે, જેથી કુશ પટેલ જલ્દી મળી આવે. પરિવારમાં કુશ અને તેના માતા અને પિતા અને દાદી છે, આમ પરિવારમાં એક જ દીકરો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...