Sunday, September 27, 2026

દૂધેશ્વર બ્રિજ પરથી 30 વર્ષીય યુવકે નદીમાં ઝંપલાવ્યું, રેસ્ક્યુ ટીમ પહોંચે પહેલા ઘટનાસ્થળે મોત

spot_img
Share

અમદાવાદ : સાબરમતી નદી એ અમદાવાદનો સ્યુસાઈડ પોઈન્ટ બની હોય તેવી રીતે રોકેટ ગતિએ મોતની છલાંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક ગોઝારી ઘટનામાં એક યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. રિવર રેસ્કયુ ટીમ દ્વારા યુવકને બચાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ, યુવકનું મોત થઈ ગયું છે. આ યુવકનો મૃતદેહ બોટમાં લઈને કિનારા પાસે લાવવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ યુવકની ઓળખ થઈ નથી. રિવરફ્રન્ટ પોલીસે હાલ કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના દૂધેશ્વર બ્રિજ પરથી આશરે 30 વર્ષીય યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. રીક્ષામાં આવેલ આ યુવકે અગમ્ય કારણોસર સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું અને નદીમાં પડતા જ યુવક ડૂબવા લાગ્યો હતો. આ ઘટના ઘટતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે જમા થઈ ગયા હતા અને તુરંત જ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા રીવર રેસક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી અને તેઓએ નદીમાંથી બોટમાં યુવકને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યો હતો.

​​​​​​​જોકે, 108 દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જોકે, યુવક પાસેથી તેની ઓળખ થાય તેવા કોઈ ડોક્યુમેન્ટ મળ્યા નથી. બ્રિજ પરથી જ યુવકે છલાંગ લગાવતા બ્રિજ પર પણ લોકોના ટોળા ભેગા થયા હતા, જેના કારણે બ્રિજ પર પણ ભારે ટ્રાફિકજામ થયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...