Sunday, September 27, 2026

અમદાવાદ સાયન્સ સીટી ખાતે PM મોદીએ રોબોટિક ગેલેરીનું કર્યુ નિરીક્ષણ, જુઓ PHOTOS

spot_img
Share

અમદાવાદ : PM મોદી હાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. PM મોદીએ અમદાવાદમાં સાયન્સસિટીની મુલાકાત લીધી. જ્યાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષના ઉજવણી કાર્યક્રમમાં પણ PM મોદીએ ભાગ લીધો. અહીં PM મોદીએ સંબોધન પણ આપ્યું.તેમણે અહીંની રોબોટિક ગેલેરીનું નિરિક્ષણ પણ કર્યુ હતું.

PM મોદી અહીં ઉપસ્થિત લોકોને સંબોધિત ક્યા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, CM ભૂપેન્દ્રભાઇ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા.

20 વર્ષ પહેલા, તા.28મી સપ્ટેમ્બર 2003ના રોજ ગુજરાતના તત્કાલીન CM નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી.

આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં પણ સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે. આટલા વર્ષોથી વિશ્વભરના રાજ્યોના વડાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, થોટ લીડર્સ, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓની હાજરી આ સમિટમાં જોવા મળે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...