Sunday, September 27, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે AMC અને AUDAના 1651 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં યોજાનારા અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. શનિવારે તેઓ સરખેજ, ગોતા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે અમદાવાદમાં 1651 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદના સરખેજ, ભાડજ, ઓગણજ, અને જગતપુરમાં નવા તળાવના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ ત્રાગડમાં બનેલા પબ્લિક પાર્ક અને તળાવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે અમદાવાદ અને ઔડા દ્વારા નિર્મિત વિવિધ સુવિધાઓની શરૂઆત પણ કરાવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રાગડ પાસે લલિતા ગોવિંદ ઉદ્યાન નજીક જાહેર સભા સંબોધન કર્યુ. જેમાં તેમણે નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે લોકો માગે તે પહેલા જ સરકારે વિકાસના કામો કર્યા છે. 50 વર્ષે કામ થાય તેવા 4 કામ માત્ર 3 મહિનામાં કર્યા છે. તેમણે જણાવ્યુ કે હું આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે ગુજરાત સરકારનો આભાર માનુ છું. તેમણે જણાવ્યુ કે મે જ્યારે જ્યારે પત્ર લખ્યો હોય. પછી ભલે તે ઔડાનું કામ હોય, AMCનું કામ હોય કે પછી સરકારનું કામ હોય, મોટાભાગના કામોને પ્રાથમિકતા આપીને કરવામાં આવ્યા છે.

આ સાથે જ અમિત શાહે માહિતી આપી હતી કે છેલ્લા 52 મહિનામાં ગાંધીનગર વિસ્તારમાં 17 હજાર 544 કરોડ રુપિયાના કામો થયા છે. તેમાં ભારત સરકારના કામો અલગથી છે. તેમણે વડાપ્રધાન મોદીની કામગીરીની પ્રશંસા કરતા કહ્યુ કે અત્યાર સુધીમાં G20નું આયોજન ઘણા દેશોએ કર્યુ છે. જો કે ભારતમાં થયેલા આયોજનને લઇને બધા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ એકમુખે કહ્યુ કે G20નું આયોજન જે ભારતે કર્યુ છે, તે આવનારા 25 વર્ષ માટે વિશ્વના તમામ દેશો માટે પડકારરુપ રહેશે.

ભારતે આફ્રિકન યુનિયનને G20માં જોડવાનું કામ કર્યુ છે અને સમગ્ર વિશ્વમાં નેતૃત્વનો સંદેશ આપ્યો છે. સાથે જ તેમણે વડાપ્રધાન દ્વારા પાસ કરાવાયેલા મહિલા અનામત બિલની પણ વાત કરી અને જણાવ્યુ કે વર્ષોથી લટકતા મહિલા અનામત બિલને નવી સંસદમાં પહેલા બિલ તરીકે પાસ કર્યુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...