Sunday, September 27, 2026

જો તમારી સોસાયટીમાં કચરાની ગાડી ન આવે તો કોન્ટ્રાક્ટરને ફક્ત 5 રૂપિયાનો દંડ!

spot_img
Share

અમદાવાદ : શહેરના તમામ વિસ્તારોની સોસાયટીઓ અને ચાલીઓમાંથી ઘનકચરો એકત્ર કરવાની કામગીરી કરતાં મોટા વગદાર કોન્ટ્રાક્ટરોની ગાડી કોઇ એક સોસાયટી કે ચાલીમાં ન જાય તો ફક્ત પાંચ રૂપિયા દંડ વસૂલ કરવાની જોગવાઇ સાંભળીને મ્યુનિ.કમિશનર પણ ચોંકી ઊઠ્યા હતા અને સોસાયટીને બદલે મકાન દીઠ દંડ વસૂલ કરવાની તાકીદ કર્યા બાદ આખરે ડોર ટુ ડોરની ગાડી જે તે સોસાયટી કે ચાલીમાં ન જાય તો મકાન દીઠ બે રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે.

નવગુજરાત સમયના રિપોર્ટ અનુસાર, કમિશનર એમ.થેન્નારસને તાજેતરમાં અધિકારીઓ સાથેની બેઠકમાં શહેરમાં સફાઇની જવાબદારી સંભાળતાં સોલિડ વેસ્ટ ખાતાની કામગીરીની સમીક્ષા દરમિયાન સોસાયટી-ચાલીમાં જઇ કચરો એકત્ર કરતી ગાડીઓ નિયમિત અને સમયસર ન આવતી હોવાની ફરિયાદો વ્યાપક બની હોવાનો ઉલ્લેખ કરતાં કચરાની ગાડીઓ માટે શું સિસ્ટમ છે તેની પૃચ્છા કરી હતી. જેમાં સોલિડ વેસ્ટ ખાતાના અધિકારીએ સોસાયટી-ચાલીને એક જગ્યા ગણવામાં આવે છે અને ત્યાં ફેરો ના થાય તો પાંચ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે તેવી સ્પષ્ટતા કરતા કમિશનર આશ્ચર્યચક્તિ થઇ ગયાં હતા.

આ સાંભળી કમિશનરે એક સોસાયટીને એક પોઇન્ટ ગણવાની સિસ્ટમને ખોટી ગણાવતાં કહ્યું કે, એક સોસાયટી દીઠ પોઇન્ટ ગણવાને બદલે મકાનો દીઠ પોઇન્ટ ગણવા જોઇએ અને તે પ્રમાણે પેનલ્ટી વસૂલ થવી જોઇએ. તેની સામે એવી દલીલ થઇ હતી કે, ટેન્ડરમાં એ પ્રમાણેની જોગવાઇ નથી. આ સાંભળી કમિશનરે ટેન્ડરની જોગવાઇને બાજુ મૂકી મકાન દીઠ પેનલ્ટી વસૂલ કરવાની તાકીદ કરી હતી.

મ્યુનિ. સૂત્રોએ કહ્યું કે, આ બેઠકમાં આમ તો મકાન દીઠ પાંચ રૂપિયા અને પોઇન્ટ દીઠ પાંચ એ પ્રકારે પેનલ્ટી વસૂલ કરવાની વાત થઇ હતી, પરંતુ કોઇ અકળ કારણોસર અને ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો હવે મોટા ગજાના અને ગાંધીનગર સુધી વગ ધરાવતાં થઇ ગયાં હોવાથી તેમની પાસેથી મકાન દીઠ બે રૂપિયા પેનલ્ટી તથા પોઇન્ટ દીઠ પાંચ રૂપિયા પેનલ્ટી વસૂલ કરવાનુ નક્કી થયું છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉના 766 તથા તાજેતરમાં વધારેલાં બીજા 325 વાહન મળી 1091 વાહનોમાં જીપીએસ લગાવાયા છે તેમજ સાત ઝોનમાં 21 હજાર પોઇન્ટ હતા તેમાં બીજા 10 હજારનો વધારો કરીને 31 હજાર પોઇન્ટ ખાતેથી કચરો એકત્ર કરવામાં આવે તે માટે બે શિફ્ટમાં સઘન દેખરેખ રાખવામાં આવશે. તેનાથી જે કોઇ ઝોનમાં કચરાની ગાડી સોસાયટી-ચાલીમાં ન જાય તો કંટ્રોલરૂમમાં ખબર પડશે અને તેના આધારે કમ્પ્યુટરાઇઝ રિપોર્ટ તૈયાર કરવામાં ‌આવશે અને તે પ્રમાણે પેનલ્ટી વસૂલ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...