Monday, May 25, 2026

ગુજરાત પોલીસની ઝૂંબેશ નબળી પડતાં ફરી વ્યાજખોરોએ માથું ઉચક્યું

spot_img
Share

અમદાવાદ : રાજ્ય સરકારે વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને ન્યાય અપાવવા ખાસ ઝૂંબેશ ચલાવી હતી. પરંતુ જેવી આ ઝૂંબેશ નબળી પડી કે, થોડા જ સમયમાં વ્યાજખોરો ફરીથી સક્રિય બની ગયા છે. લોકોના ઘર, મિલકત અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે.

રાજ્યના ગૃહ વિભાગે રાજ્યભરમાં ઝૂંબેશ શરૂ કરી હતી ત્યારે વ્યાજખોરોમાં થોડો ફફડાટ ફેલાયો હતો. જેનો પ્રજામાં ભારે આવકાર મળ્યો હતો. આ ઉપરાંત નાના વ્યાજખોરોથી બચાવવા પોલીસે જે તે સમયે લોક અદાલતો યોજીને જરૂરિયાતમંદોને બેન્કોની લોન અપાવવાનું કામ પણ કર્યું છે. આ ઝૂંબેશ હવે એક્ટિવ નહીં હોવાથી ધીમે ધીમે વ્યાજખોરીના નવા કિસ્સા બહાર આવી રહ્યા છે.એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં એક વેપારીએ વ્યાજે લીધેલા 7.50 કરોડ સામે 11 કરોડ બેન્કથી અને 2.50 કરોડ રોકડેથી ચૂકવી દીધા છતાં તેની મોંઘીદાટ ત્રણ ગાડીઓ પડાવી લીધી છે અને મોર્ગેજ મકાનોને પોતાના નામે કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

આ ઉપરાંત આણંદ, જામનગર અને ખેડા જિલ્લામાં તો વ્યાજખોરોએ માનવ તસ્કરી અને જમીન પડાવી લેવાના મામલા નોંધાયા છે, ઉપરાંત મજબૂર લોકોની કિડની કઢાવીને વ્યાજ વસૂલાત કરી રહ્યાં છે. સરકારે જેમની સામે પગલાં લીધા હતાં તેવા લોકો છૂટીને પાછા સક્રિય બની રહ્યાં છે. આ બધાં કેસોમાં પોલીસ હજી ચૂપ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...