Sunday, September 27, 2026

અમદાવાદમાં હાર્ટ એટેકથી વધુ એક મોત, સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં હેલ્પર સ્ત્રીને આવ્યો હૃદયરોગનો હુમલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં હાર્ટ એટેકથી વધુ એક મોતની ઘટના ઘટી છે. મધ્યાહન ભોજન યોજનાની મહિલા કર્મચારીને હૃદયરોગનો હુમલો આવતા મોત થયું છે. આ અંગે મળતી માહિતી મુજબ વિવેકાનંદનગર ગુજરાતી શાળા નંબર-1માં મધ્યાહન ભોજન યોજનામાં ભોજન પીરસવાનું કામ કરતી મહિલાનું હાર્ટ-એટેકથી મોત થયું છે. ભોજન પીરસતી વખતે મહિલા અચાનક ઢળી પડી હતી, આથી વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી. બાદમાં 108ને જાણ કરતાં ટીમ દોડી આવી હતી. 108ના સ્ટાફે મહિલાને સીપીઆર આપ્યો હતો. જોકે મહિલાના શ્વાસ પરત ફરી શક્યા નહોતા.

પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદમાં વિવેકાનંદનગર ગુજરાતી શાળા નંબર-1માં મધ્યાહન ભોજનમાં ભોજન પીરસવાનું કામ કરતી 60 વર્ષીય મહિલા હેલ્પર તરીકે નોકરી કરતાં હતાં. આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ અચાનક જ તેઓ જ્યારે સ્કૂલમાં હતાં ભોજન પીરસતી વખતે મહિલાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને બનાવના સ્થળે ઢળી પડ્યા હતા, તાત્કાલિક 108 ને બોલાવતા સ્ટાફે મહિલાને સીપીઆર આપ્યો હતો. જોકે મહિલાના શ્વાસ પરત ફરી શક્યા નહોતા.તેઓનું ઘટનાસ્થળે જ હાર્ટ-એટેક મૃત્યુ થયું હતું.

ગઈકાલે સુરતમાં ગરબા રમી રહેલા 26 વર્ષીય યુવક અચાનક ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે. અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં રહેતા આશરે 29 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. 27 સપ્ટેમ્બરના રોજ હર્ષ સંઘવી નામના યુવક રાજસ્થાન તીર્થ યાત્રાથી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. હર્ષ સંઘવી પોતાના પરિવાર સાથે યાત્રા કરવા ગયા હતા.

તે પહેલા 26 સપ્ટેમ્બરે જામનગર અને સુરતમાં હાર્ટ એટેકના બે બનાવ બન્યા હતા ત્યારે આજે વધુ એક બનાવ બન્યો છે. જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેકિટ્સ કરતાં હૃદય રોગના હુમલાથી અપમૃત્યુ થયુ હતું જ્યારે સુરતના કતારગામ GIDC વિસ્તારમાં યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...