Sunday, September 27, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું કૂટણખાનું, મસાજપાર્લરની આડમાં થતો હતો દેહવેપાર, 3 યુવતી ઝડપાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાંથી ફરી એકવાર મસાજની આડમાં દેહવેપાર થતો હોવાનું ઝડપાયું છે. આનંદનગર વિસ્તારમાં હાલો સ્પા એન્ડ મોરમાં પોલીસે દરોડા પાડ્યા હતા. ડમી ગ્રાહક મોકલી પોલીસે દેહવેપારનો પર્દાફાશ કર્યો છે. આ મામલે મહિલા સંચાલક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. દરોડા પાડતા સ્પમાંથી 3 યુવતીઓ અને 3 મહિલાઓ મળી આવી છે. આનંદનગર પોલીસ મથકે આ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે.પોલીસના દરોડા બાદ મસાજ પાર્લરના સંચાલકો દ્વારા અંડર મેઇટેનન્સનું બોર્ડ લગાવી દેવાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના આનંદનગર વિસ્તારમાં રોડ ઉપર જ આવેલી દેવ એન્ટિલિયર નામની બિલ્ડીંગમાં આ હાલો સ્પા એન્ડ મોર આવેલું છે. આ મસાજ પાર્લરમાં મસાજના ઓઠા હેઠળ કુટણખાનું ચાલતું હોવાની બાતમી આનંદનગર પોલીસને મળી હતી. જેના અનુસંધાને પોલીસે એક ડમી ગ્રાહકને મસાજ પાર્લરમાં મોકલ્યો હતો. જેમાં મસાજ પાર્લરના સંચાલકોના ગોરખધંધા સામે આવ્યા હતા. જેના પછી પોલીસે મસાજ પાર્લર ઉપર દરોડા પાડતા ત્રણ યુવતીઓ અને ત્રણ મહિલાઓ મળી આવી હતી.

આ મામલે મહિલા સંચાલક અને મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના દરોડા બાદ હાલ આ મસાજ પાર્લર પર અંડર મેન્ટેનન્સનું બોર્ડ મારી બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે ચોવીસ કલાક વાહનોથી ધમધમતા રોડ પર જે રીતે કોઇ પણ રોકટોક કે પોલીસના ડર વિના જે રીતે બિન્દાસ આ મસાજ પાર્લરમાં કુટણખાનું ચાલતું હતું.તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા કરી જાય છે.

હાલ આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.અને મસાજપાર્લરની મહિલા સંચાલક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.આ મસાજપાર્લરમાં જે યુવતીઓ મળી આવી છે તેમને કોઈ મજબૂરીવશ અથવા બીજા રાજ્યમાંથી બળજબરીપૂર્વક અહીં લાવીને આ પ્રકારના દુષ્કૃત્યો કરાવવામાં આવે છે તે બાબતે વધુ જાણકારી પોલીસ તપાસ બાદ બહાર આવી શકે એમ છે.

તમને જણાવી દઈએ કે થોડાક દિવસ અગાઉ જ અમદાવાદમાં એક યુવતીને સ્પા માલિક દ્વારા ઢોર માર મારવાનો મામલો સામે આવ્યો હતો. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં 25 સપ્ટેમ્બરના રોજ મોડી રાતે સિંધુ ભવન રોડ પર આવેલા ગેલેક્સી સ્પાના માલિકે યુવતી સાથે લાફાવાળી કરી હોવાના ઘટના બની હતી.

જેમાં આરોપી સ્પા માલિકે યુવતી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી યુવતીના કપડાં પણ ફાડી નાખ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. વીડિયોમાં સ્પા માલિક યુવતીને મોઢા પર ફેંટો મારી રહ્યો હતો અને યુવતીને બચાવવા આવેલા એક વ્યક્તિને પણ સ્પા માલિકે ધમકી આપીને વચ્ચે ના પડવાનું કહ્યું હતું. જો કે ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...