Sunday, September 27, 2026

રખડતા ઢોરના ત્રાસને ડામવા રાજ્ય સરકાર એક્શન મોડમાં, હવે PASA હેઠળ માલિક સામે કાર્યવાહી થશે

spot_img
Share

અમદાવાદ : રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. તેને કારણે ઘણી વખત નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ત્યારે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગયું છે. છેલ્લા ઘણાં સમયથી હાઇકોર્ટ પણ આ મામલે રાજ્ય સરકારને ટકોર કરી રહી છે. જેને લઇને રાજ્ય સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને તેમજ પશુ નિયંત્રણ નીતિની ચુસ્ત અમલવારીની સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ખાતરી આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરી વિકાસ વિભાગનાં પ્રિન્સિપાલ સેક્રેટરીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. અશ્વિની સુમારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા AMC ને નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ. તેમજ રખડતા પશુને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મૂકવા નિર્દેશ. પશુને લાવવા-લઈ જવા પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવા નિર્દેશ. અને કોર્પોરેશનનાં 2 અધિકારીઓની રખડતા પશુ મુદ્દે સંપૂર્ણ જવાબદારી રહેશે. અત્યાર સુધીમાં 1.40 લાખથી વધુ રખડતા પશુને પકડવામાં આવ્યા છે.

રાજ્ય સરકારનો ટૂંકા ગાળાનો એક્શન પ્લાન
1. રખડતા ઢોર પકડવાની કામગીરી રોજિંદી ચાલુ રહેશે
2. તમામ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના RFID ટેગ લાગશે
3. તમામ નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા ઉભા કરવામાં આવશે
4. ઢોરવાડાઓને સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે પૂરતી તકેદારી અપાશે
5. ઢોરવાડામાં રાખવામાં આવેલા ઢોરોને કોઈપણ બીમારી અથવા રોગ ન થાય તેની તકેદારી રખાશે
6. જે ઢોર માલિકો પાસે પોતાના ઢોરને સાચવવાની પૂરતી સુવિધા નહીં હોય તો સ્થાનિક કોર્પોરેશન કે નગરપાલિકા વિનામૂલ્યે આવા ઢોરનું નિર્વહન કરશે.
7. નગરપાલિકાઓમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે ચાલુ વર્ષે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી
8. વર્ષ 2023-24 માટે 30 કરોડ રૂપિયાની કરાઈ ફાળવણી
9. 8 મહાનગરપાલિકાઓના હેલ્પલાઇન નંબર પણ કરાયા જાહેર

AMCના બે અધિકારીઓને રહેશે ઢોરની જવાબદારી
રાજ્ય સરકાર દ્વારા AMCને નિર્દેશ અપાયો છે કે, જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ છે. રખડતા ઢોરને પકડીને ગૌશાળા કે પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે. ઢોરને લાવવા-લઈ જવા માટે પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવામાં આવે. આ માટે કોર્પોરેશનના બે અધિકારીઓની રખડતા ઢોર મુદ્દે સંપૂર્ણ જવાબદારી રહેશે.

ઢોર માલિક સામે PASA થશે
આ સાથે જ રખડતા ઢોર મૂકનારની સામે ભારતીય દંડ સહિતાની જુદી જુદી કલમો અંતર્ગત કામગીરી કરવામાં આવશે. જે મુજબ કલમ 332,338,188,189 હેઠળ ગુનો નોંધાશે. વારંવાર ઢોરને રખડતા મૂકનાર પશુ માલિક અને માથાભારે તત્વો સામે PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાશે. રખડતા ઢોરને પકડવાની કામગીરી કરનાર CNCD વિભાગને પૂરતું પોલીસ પક્ષણ આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...