Sunday, September 27, 2026

અમદાવાદ પોલીસની મેગા ડ્રાઈવ, 200 થી વધુ સ્પા અને મસાજ પાર્લરમાં દરોડા, પોલીસની 30 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું

spot_img
Share

અમદાવાદ : શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની અલગ-અલગ 30 ટીમ દ્વારા સ્પામાં ચેકિંગ હાથ ધરાયું હતું. અમદાવાદના 215 થી વધુ સ્પા અને મસાજ પાર્લરમાં દરોડા પડવામાં આવ્યા હતું. 24 જેટલા સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસના અચાનક ચેકિંગથી સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લર પર ગેરકાયદે પ્રવુતિઓ અટકાવવા એક મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનો, મહિલા પોલીસ સ્ટેશનો અને એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ અલગ-અલગ 30 ટીમ દ્વારા 215 થી વધુ સ્પા અને મસાજ પાર્લરમાં દરોડા પડવામાં આવ્યા હતા.મીડિયા રિપોર્ટ મુજબ 24 જેટલા સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા પોલીસને સાથે રાખી શહેરના અલગ અલગ સ્પા સેન્ટરો પર પોલીસે તપાસ હાથ ધરી હતી.મોડી રાત્રે પોલીસની ટીમ ત્રાટકી હતી અને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અગાઉ આનંદનગર પોલીસ દ્વારા મસાજ પાર્લર પર દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. થોડા સમય પહેલા સિંધુભવન રોડનો એક વીડયો વાયરલ થયો હતો જેમાં સ્પામાં કામ કરતી યુવતીને ઢોર માર મરવામાં આવ્યો હતો. જેને લઈ પોલીસ હવે એક્શનમાં આવી છે. મહિલા પોલીસને સાથે રાખી શહેરના અલગ અલગ સ્પા સેન્ટરો પર પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...