Sunday, September 27, 2026

હવે ફાર્માસિસ્ટ વિના દવા વેચનારા મેડીકલ સ્ટોર્સ વિરુદ્ધ આકરો દંડ અને સજાની જોગવાઈ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં અનેક મેડીકલ સ્ટાર્સમાં ફાર્માસિસ્ટ હોતા જ નથી. અને દવાનું વેચાણ કરવામાં આવતું હોય છે. આ અંગેની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઊઠી રહી હતી. અનેક મેડીકલ સ્ટોર એવા છે, કે જેના માટે ફાર્મસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ આપે છે અને જેની સામે મેડીકલ સ્ટોર્સના સંચાલક પાસેથી ભાડું વસૂલતા હોય છે. તમામ મેડીકલ સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ ફરજિયાત હાજર હોવા જરૂરી છે. જો ફાર્માસિસ્ટ વિના દવાનું વેચાણ કરવામાં આવે તો અત્યાર સુધી 1 હજાર રૂપિયાનો દંડ હતો, જે દંડની રકમ વધારી હવે એક લાખ કરવામાં આવી છે. બીજીવાર નિયમનું ઉલ્લંઘન કરતાં ઝડપાય તો 2 લાખનો દંડ અને 3 મહિનાની સજા ફટકારવામાં આવશે. આ નવા નિયમથી મેડીકલ સ્ટોર્સ ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભારત સરકારે જન વિશ્વાસ બિલમાં ફાર્મસી એકટમાં સુધારો કર્યો છે. ફાર્મસી એક્ટના ઉલ્લઘનનો કાયદો વધુ કડક કર્યો છે. હવેથી આ ફાર્મસી એક્ટનો ઉલ્લઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે.ફાર્મસિસ્ટ વગર મેડીકલ સ્ટોર્સ ચલાવનારા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કાર્યવાહી કરવા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા ફાર્મસી એક્ટમાં કરવામાં આવેલા સુધારા અંતર્ગત પોતાના ફાર્મસી લાયન્સ ભાડે ચલાવનારા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. આ નિયમોનું ઉલ્લઘન કરનારને એક લાખથી બે લાખ સુધીનો દંડ અને ત્રણ મહિનાની સજા અને લાયસન્સ રદ કરવા સુધીના પગલા લેવાઈ શકે છે.

જેના કારણે અત્યારે જે ફાર્માસિસ્ટના લાયસન્સ ભાડે ચાલી રહ્યાં છે. રજીસ્ટ્રેશન ચાલી રહ્યાં છે તે ઈન્ડસ્ટ્રીઝના લોકો મેડિકલ સ્ટોરમાં ભાડે લાયસન્સ આપી રહ્યાં છે કે, ટીચર્ચ પણ ભાડે આપતા હોય છે તે લોકો માટે કાયદાનું નિયંત્રણ આવશે. એટલે કે, જે લોકોને ફાર્માસિસ્ટ પાસેથી દવા ચોક્કસ ગુણવતાવાળી મળવી જોઈએ ફાર્મસિસ્ટના હાજરીમાં મળશે. સરકારનો આ કાયદો આવવાથી અત્યાર સુધી ફાર્મસી પ્રોફેશન માફિયાઓ ચલાવી રહ્યા હતા તે માફિયાગીરીનો અંત આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...