Sunday, September 27, 2026

અમદાવાદની આ હાઈપ્રોફાઈલ સ્કૂલમાં RTE હેઠળ એડમિશન લેવા વાલીઓનો પેંતરો, થશે આ કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : RTE હેઠળ એડમિશન લેનાર વાલીઓ પૈકી અમદાવાદની 4 હાઈપ્રોફાઈલ સ્કૂલમાં 308 વાલીઓ દ્વારા આવકના દાખલામાં દર્શાવેલી આવક કરતાં વધુ આવક હોવા છતાં ખોટી રીતે એડમિશન મેળવ્યું હોવાના પૂરાવા સ્કૂલોએ DEO કચેરીએ આપ્યા છે. આગામી સમયમાં તમામ વાલીઓને બોલાવીને DEO દ્વારા સુનાવણી કરવામાં આવશે. જો સુનાવણી દરમ્યાન વાલીઓ ખોટા સાબિત થશે તો ચાલુ વર્ષના અંત સુધીમાં RTE હેઠળ મેળવેલું એડમિશન રદ કરાશે. જોકે, સ્કૂલો દ્વારા પણ સત્ર શરૂ થયાના 4 મહિના બાદ તપાસ કરવામાં આવી છે.

RTE હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. તે માટે આવકનું પ્રમાણપત્ર સહિત અલગ અલગ દસ્તાવેજો જરુરી હોય છે. પરંતુ ઘણીવાર વાલીઓ આવકના દાખલાનું પ્રમાણ પત્ર ખોટી રીતે મેળવી લેતા હોય છે અને તેના આધારે RTE હેઠળ પ્રવેશ પણ મેળવી લેતા હોય છે. જેના કારણે આ વખતે આવકના દાખલા ઉપરાંત ઈન્કમટેક્સ રિટર્ન, પાસબુક, બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવાઓ પણ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક વાલીઓએ બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવી લીધો હોવાનું સામે આવ્યું છે.

સ્કૂલો દ્વારા થયેલી તપાસમાં 308 વિદ્યાર્થીના વાલીઓએ આવક કરતા ઓછી આવકના દાખલાના આધારે એડમિશન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ દ્વારા વાલીઓના આઈટી રિટર્ન DEO કચેરીને આપવામાં આવ્યા છે. DEO દ્વારા તમામ વાલીઓને બોલાવીને સુનાવણી કરવામાં આવશે, જેમાં વાલીની રજૂઆત પણ સંભાળવામાં આવશે. અમદાવાદ શહેરની ઉદગમ, ઝેબર, આનંદ નિકેતન અને ગ્લોબલ ઈન્ડિયા સ્કૂલ દ્વારા સ્કૂલમાં RTE હેઠળ એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓના વાલીઓના ડોક્યુમેન્ટની ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી.

આ અંગે અમદાવાદ DEO રોહિત ચૌધરીએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં ચાર અલગ અલગ સ્કૂલોએ વાલીઓના IT રીટર્ન અમને આપ્યાં છે. જેમાં વાલીની આવક આવકના દાખલા કરતાં વધુ છે. અમે તમામ વાલીઓને રૂબરૂ બોલાવીને સુનાવણી કરીશું. વાલી ખોટા હશે તો વર્ષના અંત સુધીમાં RTE હેઠળથી એડમિશન રદ કરાશે. સ્કૂલ સંચાલક ઈચ્છે તો વાલી પર પોલીસ પ્રક્રિયા પણ કરી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...