Monday, May 25, 2026

અમદાવાદમાંથી INDVsPAK મેચની નકલી ટિકિટનું કૌભાંડ ઝડપાયું, ચાર શખ્સોની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : આગામી 14મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાનાર છે. આ મેચનું કાઉન્ટડાઉન પણ શરૂ થઇ ગયું છે. આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચશે. આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચની ટીકીટો માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આવામાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચની નકલી ટીકિટ ઝડપાઈ છે. મેચની 150 જેટલી નકલી ટિકિટ મળી આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ટિકિટ બનાવવાની સાધન સામગ્રી સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ પહેલા ક્રાઈમબ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં દરોડા પાડ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 2 હજારની કિંમતની 150 નકલી ટિકિટ કબજે કરી 4 આરોપીને ઝડપ્યા હોવાની વિગતો સામે આવી છે. ક્રાઈમબ્રાન્ચે બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં દરોડા પાડી નકલી ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેજ કબજે કર્યા છે. આરોપીઓએ 1 પેજ પર 3 ટિકિટની કલરપ્રિન્ટ બનાવી હતી.

તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન મેચની બે હજારની ટિકિટ 20 હજાર રૂપિયામાં અને 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયા સુધી વેચાઈ રહી છે. તેમજ સોશિયલ મીડિયામાં પર કેટલાક લોકો નકલી ટિકિટો વેચીને લોકોને છેતરવાસો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસે પણ સોશિયલ મીડિયા પર ટિકિટ ફ્રોડને લઇને ચેતવણી આપી હતી. અને સહાયતા માટે સાઈબર હેલ્પલાઈન નંબર 1930 અથવા હેલ્પલાઈન નંબર 100\112 પર કોલ કરવા જણાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ સૌ કોઈ ખરીદવા માગે છે, ત્યારે ઓગસ્ટના અંતમાં આ મેચ માટે ટિકિટનો પહેલો લોટ જાહેર કરવામાં આવ્યો હતો. જે થોડી મિનિટોમાં જ ખતમ થઈ ગયો હતો. જે બાદ બીસીસીઆઈ ક્રિકેટ ફેન્સ માટે 14 હજાર અન્ય ટિકિટ રિલીઝ કરી હતી. બીસીસીઆઈએ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં થનારી ભારત અને પાકિસ્તાન મેચ માટે 14,000 ટિકિટ જાહેર કરવાની ઘોષણા કરી હતી. 8 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યા ટિકિટ બુકિંગ ખુલવાનું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...