Sunday, September 27, 2026

નવરાત્રીમાં વરસાદ વિલન બની બગાડશે ખેલૈયાઓનો ખેલ, આ બે નોરતે વરસાદની શક્યતા

spot_img
Share

અમદાવાદ : નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓમાં નવરાત્રીના પર્વ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે હવામાન વિભાગની નવી આગાહીથી ખેલૈયાઓ ચિંતિત થઈ ગયા છે. રાજ્યમાં આગામી સમયે નવરાત્રી દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરે છે. પહેલા અને બીજા નોરતે ખેલૈયાઓ માટે વરસાદ વિલન બને તેવી શક્યતા છે. ખાસ તો ભારત-પાકિસ્તાનની મેચ છે તે 14 ઓક્ટોબરના દિવસે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે નવરાત્રીના પ્રથમ બે દિવસ વરસાદ રહે તેવી શક્યતા દર્શાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં 14થી 17 ઓક્ટોબર સુધી જુદા જુદા જિલ્લાઓમાં છૂટા છવાયો વરસાદ પડી શકે છે.નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. નવરાત્રીમાં એમાંય ખાસ કરીને પહેલા અને બીજા નોતરે એટલે કે 15 અને 16 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દમણમાં વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી આ આગાહી ભારત-પાકિસ્તાનની મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા ક્રિકેટ રસીકો તથા ગરબા રમવા માટે આતુર ખેલૈયાઓ બંનેની મજા બગાડી શકે છે. ખાસ છે કે, રાજ્યમાં જુદા જુદા સ્થળો પર નવરાત્રી દરમિયાન 9 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...