Sunday, April 26, 2026

ઘાટલોડીયાની આ સ્કૂલમાં સ્તન કેન્સર જાગૃતિ નિદાન અને સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો

spot_img
Share

અમદાવાદ : નેવુંના દાયકાથી દર ઓક્ટોબર માસમાં સ્તન કેન્સર જાગૃતિ મહિનો ઉજવવામાં આવે છે . તેને ‘પિંક ઑક્ટોબર’ કહેવામાં આવે છે કારણ કે વિશ્વભરના લોકો ગુલાબી રંગને અપનાવે છે અને સ્તન સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે ગુલાબી રિબન પ્રદર્શિત કરે છે. ત્યારે અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદ સહયોગથી સ્તન કેન્સર જાગૃતિ નિદાન અને સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો હતો.

આ સ્તન કેન્સર જાગૃતિ નિદાન અને સ્ક્રિનિંગ કાર્યક્રમમાં સ્કૂલની શિક્ષિકા બહેનો તથા મહિલા વાલીગણે ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં આશરે 35 થી વધુ મહિલાઓએ સ્ક્રિનિંગ ટેસ્ટ કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સર થવાના કારણો તથા તેના દરેક સ્ટેજ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદના પ્રોજેક્ટ ચેરમેન શ્રીમતી કિન્નરીબેનના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય જાગૃતિબેન પટેલે જણાવ્યું હતું કે આજના સમયમાં બહેનો જયારે કુટુંબના દરેક સદસ્યનું ધ્યાન રાખે છે ત્યારે તેઓ તેમના આરોગ્ય પ્રત્યે સભાન થાય તેવા ઉમદા આશયથી ખાસ બહેનો માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...