Tuesday, March 17, 2026

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે બે ધારાસભ્યોના જનસંપર્ક કાર્યાલય ઉદ્ઘાટન

spot_img
Share

અમદાવાદ : આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે.જે નવરાત્રી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ અમદાવાદમાં હાજર છે.જેઓ નવરાત્રીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.આ સાથે જ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ ધારાસભ્યના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આજે કુલ બે ધારાસભ્યોના કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. જેમાં સૌપ્રથમ નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.ત્યારબાદ દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈનના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નારણપુરામાં વિજયનગર ક્રોસિંગ પાસે ભાગ્યલક્ષ્મી સોસાયટી ખાતે નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલના જનસંપર્ક કાર્યાલય અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈનનાજનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. તેમજ પ્રમુખો,મહામંત્રી, કાર્યકરો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ધારાસભ્ય જીતેન્દ્ર પટેલે તેમના કાર્યાલયથી લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે, સ્થાનિકોની સમસ્યાઓ ત્વરિત દૂર કરી શકાય છે. ફરિયાદોનું નિરાકરણ લાવી શકાય છે. લોકોની રજૂઆતો સાંભળી શકાય તેવી વિવિધ બાબતોથી સીધી રીતે લોકોને આ કાર્યાલયથી ફાયદો થશે તેવું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રી આવે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ હોય કે રાજ્યના કોઈના કોઈ કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે.ત્યારે આ વખતે પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નવરાત્રીને લગતા કાર્યક્રમો જાહેર કર્યા છે.જ્યાં તેઓ ગરબાના કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ માતાજીની આરતી પણ ઉતારશે.પહેલા નોરતે તેઓ માતાજીના આશીર્વાદ મેળવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...