Saturday, August 1, 2026

અમદાવાદના આ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા બાળકીનું મોત, ઘટનાને દબાવવાનો પ્રયાસ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટનાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં કામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા એક બાળકી અને મજૂર દટાયા હતા. આ ઘટનામાં બાળકીનું મોત નિપજ્યું છે જ્યારે મજૂર ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. એચ.આર.કન્સ્ટ્રક્શન ગ્રૂપ દ્વારા બિલ્ડીંગ બનાવવામાં આવતું હતું,

પ્રાપ્ત વિગતો મુજબ આંબાવાડી વિસ્તારમાં એચ.આર ગ્રુપ કન્સ્ટ્રક્શન સાઈટ પર બેઝમેન્ટ પાર્કિંગનું કામ ચાલતું હતું ત્યારે અચાનક ભેખડ ધસી પડતા એક બાળકી અને મજૂર તેમાં દટાયા હતા. ઘટનાને પગલે અન્ય મજુરો તાત્કાલિક દોડી આવ્યા હતા. ઘટનામાં દટાયેલા લોકોને બચાવવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા. આ ઘટનામાં એક બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યયું હતુ. જ્યારે અન્ય મજુરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ એલીસબ્રિજ પોલીસને થતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાનો ઢાંક પીછોડો કરવા માટે સ્થાનિક પોલીસ તેમજ ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરાઈ ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બિલ્ડર દ્વારા આ ઘટનાને છુપાવવા માટે મજુર શ્રમિક પરિવારને બારોબાર હોસ્પિટલ લઈ જવાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...