Sunday, September 27, 2026

અમદાવાદમાં 350 થી વધુ સ્પા સેન્ટરો પર પોલીસની મેગા રેડ, 9 સ્પા સંચાલકોની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : રાજ્ય વ્યાપી સ્પાને લઇને ગુજરાત પોલીસની ખાસ ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે ગૃહરાજ્ય મંત્રીના આદેશ બાદ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં સ્પા અને મસાજ સેન્ટરમાં પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં અમદાવાદમાં 24 કલાકમાં 350થી વધુ સ્પામાં પોલીસે રેડ કરી 10 જેટલા ગુના નોંધીને 9 સ્પા સંચાલકોની ધરપકડ કરી. હજુ એક સપ્તાહ સુધી પોલીસ સ્પામાં ચેકીંગ કરશે અને સ્પાની આડમાં જો કંઈપણ ગેરરીતિ જણાશે તો તેમની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનું દુષણ વધતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પા અને મસાજ સેન્ટરમાં ચેકીંગના આદેશ આપતા ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાતના જુદા જુદા શહેરોમાં 851 જેટલા સ્પા સેન્ટરોમાં રેડ કરવામાં આવી છે. અમદાવાદમાં 350થી વધુ સ્પા સેન્ટરમાં રેડ કરીને 10 ગુના નોંધાયા છે. જ્યારે 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે બીજા દિવસે પણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહિલા પોલીસ અને હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાંદખેડામાં આવેલા વેલનેસ સ્પામાં પોલીસે રેડ કરીને જાહેરનામાનું ભંગ કરવા બદલ સાહિલ ચૌહાણ નામના સંચાલકની ધરપકડ કરી હતી.આવનાર સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બધા પોલીસ વડા-રેન્જ અધિકારી, પોલીસ કમિશ્નરો, જોઇન્ટ પોલીસ કમિશ્નરો તથા નાયબ પોલીસ કમિશ્નરોની સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને ગેરકાયદેસર સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપી હતી. તેમના આદેશનું પાલન કરતા સમગ્ર રાજ્યમાં 18મી ઓક્ટોબરથી શંકાસ્પદ સેન્ટરો પર દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજી પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યભરમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને હંમેશા બંધ કરવામાં આવશે.

ગુજરાતમાં સ્પા સેન્ટરો ઠેર ઠેર શરૂ થઈ ગયા છે. નિયમોનું પાલન કર્યા વગર ગેરકાયદે પ્રવુતિ કરતા સ્પા સંચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મોટા ભાગના સ્પામાં નોર્થ ઇસ્ટની યુવતીઓ અને વિદેશી યુવતીઓ કામ કરતી હોય છે. જેમાં સ્પા મસાજની આડમાં દેહ વેપારની પ્રવૃતિઓ પણ ચાલતી હોય છે.ખાસ તો કાયદેસરના સ્પા સેન્ટર ચલાવવાના નિયમો રાખવામાં આવ્યા છે.

સ્પાના નિયમોને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામુ
સ્પા શરૂ કરવા AMCમાંથી શોપ રજિસ્ટ્રેશન એક્ટ મુજબ લાયસન્સ મેળવવાનું રહેશે
રાજ્ય બહારથી આવતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત
સ્પાના સંચાલક અને મહિલા કર્મચારીઓની આઇડી પ્રુફની માહિતી પોલીસ સ્ટેશનમાં નોંધણી ફરજિયાત
વિદેશની યુવતી હોય તો વિઝાની માહિતી અને ડોક્યુમેન્ટ સાથે સ્થાનિક પોલીસનું રજિસ્ટ્રેશન ફરજીયાત
કાયદેસર સ્પા માટે આધાર કાર્ડ, ફોટો આઇડી પ્રુફ, લાયસન્સ અને રજિસ્ટ્રેશનની પોલીસ સ્ટેશનમાં નોંધણી ફરજિયાત

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...