Sunday, September 27, 2026

અમદાવાદીઓ મોર્નિંગ વોક કરતા પહેલા ચેતજો, આ ઉદ્યોગપતિ પાછળ શ્વાન પડતા માથામાં ઈજા, લાંબી સારવાર બાદ નિધન

spot_img
Share

અમદાવાદ : વાઘ બકરી ગૃપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે અવસાન થયું છે. વાઘ-બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતાં ગુજરાત ઉદ્યોગજગતમાં શોકની લગાણી છવાઈ ગઈ છે. મહત્વનું છે કે, પરાગ દેસાઈને થોડા દિવસો અગાઉ બ્રેન હેમરેજ થયું હતું અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાઘ બકરી ચાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈ ઈસ્કોન-આંબલી રોડ પર ગત તા. 15મી ઓક્ટોબરના રોજ મોર્નિંગ વોક પર નીકળ્યા તે દરમિયાન રખડતા શ્વાન તેમની પાછળ દોડ્યા અને આ દરમિયાન તેઓ પડી જતાં તેમના માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેમને પ્રથમ શેલ્બી અને તે બાદ ઝાયડસ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમા સારવાર દરમિયાન બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતુ.

પરાગ દેસાઈને સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા હતા અને તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. જોકે સ્વાસ્થ્યમાં સુધારો ન થતાં છેવટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 49 વર્ષિય ઉદ્યોગ સાહસિકના નિધનથી બિઝનેસ જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. આજે સોમવારે સવારે નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી.

પરાગ દેસાઈ ટી ટેસ્ટર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત હતા. તેમણે અમેરીકામાં MBA નો અભ્યાસ કર્યો હતો. તેઓ 1892 માં નારણદાસ દેસાઈ દ્વારા સ્થાપવામાં આવેલા પોતાની ચાર પેઢીનો ફેમિલી બિઝનેસ સંભાળતા હતા. પરાગભાઈ 1990 ના દાયકામાં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. તેઓ કંપનીના વેચાણ, માર્કેટિંગ અને નિકાસની જવાબદારી સંભાળતા હતા.

પરાગ દેસાઈ જ્યારે પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાયા ત્યારે વાઘ બકરીનું મૂલ્ય 100 કરોડથી પણ ઓછું હતું પણ તેમની કંપનીનું હાલનું વાર્ષિક ટર્નઓવરમાં ભારતમાં 2000 કરોડથી વધારે છે. વાઘ બકરી ચા 24 રાજ્યોમાં વિસ્તરેલી છે અને દુનિયાના 60 દેશોમાં ચા એક્સપોર્ટ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...