Sunday, September 27, 2026

છોકરીને ભગાડી જવાના કેસમાં પતાવટ કરવા ASIને 2 લાખની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા

spot_img
Share

અમદાવાદ : ભ્રષ્ટાચારીઓએ માઝા મૂકી હોય એમ લાંચની માંગણી કરી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યના ગૃહ વિભાગે આવા ભ્રષ્ટાચારીઓને ઝડપી લેવા માટે અભિયાન ચલાવ્યુ હોય એમ ભ્રષ્ટાચારીઓને ઝડપવામાં આવી રહ્યા છે. અમદાવાદના ધોળકા રુરલ પોલીસ સ્ટેશનનો ASI લાંચ લેતા ઝડપાયો હતો. આરોપી આસીસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરે એક પ્રેમી જોડુ ફરાર થઈ જવાના કેસમાં આરોપી યુવકને રજુ કરવા માટે થઈને લાંચ માટે શરુઆતમાં 5 થી 7 લાખ રુપિયાની રકમ માંગી હતી. અંતે બે લાખ રૂપિયામાં આ કેસની પટાવટ કરવાનું નક્કી કર્યું હતું. જોકે ફરિયાદી આ કેસમાં લાંચ નહીં આપવા માંગતા હોય ACBનો સંપર્ક કરી ACBએ છટકુ ગોઠવી રૂપિયા બે લાખની લાંચ લેતા ASI કરણસિંહ ગોહિલ અને માજી સરપંચ ઈશ્વર ઠાકોરને પકડી પડ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, થોડા સમય પહેલા ફરિયાદીના ભત્રીજાએ બાજુના ગામમાં રહેતી છોકરીને ભગાડી લઈ ગયેલો હતો. તે દરમિયાન અસલાલી પોલીસ સ્ટેશનમાં દીકરીના પિતાએ પોકસોની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવવા અસલાલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બીજી તરફ આ કેસમાં છોકરાં વિરુદ્ધ પોકસોની ફરિયાદ દાખલ ન થાય અને ફરિયાદીના ભત્રીજાને પોલીસ સમક્ષ હાજર કરવા માજી સરપંચ ઈશ્વર ઠાકોરને ભલામણ કરી હતી. જોકે માજી સરપંચ ઈશ્વર ઠાકોર સ્થાનિક આગેવાન હોવાથી આ કેસ આગળ ન વધે તેના માટે ASI કરણ ગોહિલને વાત કરી દીકરીના પિતાને વાત કરીને કેસમાંથી બચાવી લેવા અને કેસની પતાવટ કરાવવામાં મધ્યસ્થી કરવા કહ્યું હતું. પરંતુ ઈશ્વર ઠાકોર માજી સરપંચે આ સમાધાન કરાવવા અને છોકરીને કાસીન્દ્રા ખાતે રજુ કરવા માટે લઈ ગયા હતા.

બાદમાં છોકરાને પણ પકડી લઈ રજૂ કરવાની જવાબદારી લીધી હતી. પરંતુ છોકરાને પોકસોના કેસમાં બચાવી લેવા અને અસલાલી પોલીસ સ્ટેશનમાં આ કેસની પતાવટ કરાવવા બંને આરોપીઓએ આ કેસના ફરિયાદી પાસેથી પાંચથી સાત લાખ રૂપિયા ખર્ચો થાય તે કરવા વાતચીત કરી હતી અને આખરે રૂપિયા બે લાખમાં ડીલ નક્કી કરી લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા નહોતા જેને પગલે ACBનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારિત સોમવારે છટકું ગોઠવ્યુ હતું. અને ધોળકા વિસ્તારમાં જ્યાં રૂપિયાની લેવડદેવડ કરવાનું ફરિયાદી સાથે આરોપીઓએ નક્કી કર્યું હતું. તે અંગે ACB ટીમે હેતુલક્ષી વાતચીત કરાવી નાણાં સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા. હાલ બંને આરોપીઓની ACBએ અટકાયત કરી ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...