Saturday, August 1, 2026

પાણી પીતા હોવ એનાથી બમણું પીવાનું રાખો, હાર્ટ એટેકથી બચવાનો હાલ આ વિકલ્પ : નિષ્ણાંતો

spot_img
Share

અમદાવાદ : છેલ્લા આઠ દિવસમાં રાજ્યના જુદાજુદા ભાગમાં 22થી વધુ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાં છે અને આ સિલસિલો છેલ્લા 12 મહિનાથી સતત ચાલુ જ છે. ડૉક્ટરોના અનુભવ મુજબ 90 ટકા કિસ્સામાં જે લોકોને હાર્ટ એટેક આવ્યો છે તેઓ જીમ, ગરબા, ડાંસ કે લગ્ન પ્રસંગે ગમે તે શારીરિક પ્રવૃત્તિ કે માનસિક તણાવ અનુભવી રહ્યાં હતાં. આવા સંજોગોમાં દિવ્ય ભાસ્કરે ગુજરાતના જાણીતા ચાર હૃદય રોગ નિષ્ણાત ડૉક્ટરો સાથે હાર્ટ એટેકના કેસ વધવા પાછળના તળસ્પર્શી કારણો જાણવા પ્રયાસ કર્યો હતો. જેમાં તાર્કિક અને મહત્વપુર્ણ કારણ એવું સામે આવ્યું છે કે, પાણી ઓછું પિવાથી શરીરમાંથી પાણીનું સ્તર ઘટી જવાના કારણે લોહી જાડુ પડે છે અને હાર્ટ એટેકના કેસ વધતા હોઈ શકે છે. બીજૂ મહત્વનું તારણ એવું પણ સામે આવ્યું છે કે, પરિવારમાં હાર્ટ એટેકની હિસ્ટ્રી હોય અને સાથેસાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અનિંદ્રા, ખરાબ લાઈફ સ્ટાઈ કે વ્યસન ધરાવતી વ્યક્તિ હાર્ટ એટેક માટે હાઈરિસ્ક પર છે. આવા લોકોએ અચાનક શારીરિક શ્રમ કરવો જોઈએ નહીં. શારીરિક શ્રમની માત્રા ધીમેધીમે વધારવી જોઈએ અને તેમ કરતા પહેલા એક વખત ડૉક્ટર પાસે જઈ હેલ્થ ચેકઅપ કરાવી લેવું હિતાવહ છે.

ડૉ. તેજસ પટેલે કહ્યું કે, સામાન્ય સમજણ મુજબ જે લોકોની બેઠાળુ જીવનશૈલી હોય તેમને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે, પણ હવે ગરબામાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં તાર્કિક રીતે કહી શકાય કે, ત્રણ-ચાર કલાક સુધી સળંગ ગરબા રમતા લોકોના શરીરમાંથી પ્રવાહી વહી જાય છે, પણ સમયાંતરે પાણી પીવાની દરકાર લેતા નથી. એના કારણે લોહી જાડુ પડે છે અને ક્લોટિંગ થઈ શકે છે. મેડિકલ સાયન્સમાં સાબિત થયેલું છે કે, શરીરની જરૂરીયાત મુજબ પાણીની માત્રા જળવાય તે જરૂરી છે. નહીં તો હૃદય સહિતના ઘણા કોમ્પ્લિકેશન શરીરમાં આવી શકે છે.

ડૉ. ચિરાગ દોષીએ કહ્યું કે, એક સ્વસ્થ્ય વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 4 લીટર સુધી પાણી પીવું જોઈએ અને જે લોકો શારીરિક શ્રમ કરી રહ્યાં હોય તેમણે દિવસમાં 6 લીટર પાણી અવશ્ય પીવું જોઈએ. કારણ કે કોઈ વ્યક્તિએ બાર મહિના સુધી કોઈ જ શારીરિક શ્રમ કર્યો નથી અને અચાનક કલાકો સુધી ગરબા રમે અથવા ફિઝિકલ એક્સરસાઈઝ કરે ત્યારે શરીરમાં પાણી ઘટી જવાના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે.

ડૉ. સમીર દાણીએ કહ્યું કે, તેમના ધ્યાનમાં બે કિસ્સા આવ્યા હતા જેમાં સ્ટ્રેસના કારણે હાર્ટ એટેક આવ્યો હતો. બે પરિવાર જેમના ઘરમાં લગ્ન પ્રસંગ હતો. તેઓ ઘરના મોભી હોવાથી તેમના ઉપર સ્વાભાવીક રીતે વિશેષ જવાબદારી હોવાથી તેમના ઉપર માનસિક તણાવ હતો. સંયોગ હતો કે, બંને દર્દી દિકરી પક્ષના હતા. સમયસર સારવાર મળી જતા બંને દર્દીનો જીવ બચી ગયો હતો.

પાણી પીવાના મુખ્ય 8 ફાયદા
– સાંધાને લુબ્રિકેટ કરે છે
– મોઢામાં લાળ બનાવવા મદદરૂપ થાય છે
– ત્વચાના સ્વાસ્થ્ય અને સુંદરતામાં વધારો કરે છે
– તે મગજ, કરોડરજ્જુ અને અન્ય સંવેદનશીલ પેશીઓ માટે લાભદાયક છે
– તે શરીરના તાપમાનને નિયંત્રીત રાખે છે
– તે શરીરનો કચરો દૂર કરે છે
– તે બ્લડ પ્રેશર જાળવવામાં મદદ કરે છે
– શરીરની પેશીઓને લચીલી બનાવવા મદદરૂપ થાય છે

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ બંને જુદા છે
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. ધવલ નાયક કહે છે કે, હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંને જુદી બાબત છે. હૃદયમાં ધમની બ્લોક થવાના કારણે હાર્ટ એટેક આવે છે જ્યારે કાર્ડિયાક એરેસ્ટ માટે એકલું હાર્ટ એટેકનું કારણ હોવું જરૂરી નથી. બ્રેઈન સ્ટ્રોક કે પલ્મોનરી એમ્બોલિઝમ વગેરે પણ કાર્ડિયાક એરેસ્ટ માટેનું કારણ હોઈ શકે છે. ભારતમાં મુખ્યત્વે ડાયાબિટીસ, તંબાકુ અને તણાવનું કોમ્બિનેશન હાર્ટ એટેક માટે મુખ્ય જવાબદાર કારણો જોવા મળે છે.

(સૌ : દિવ્યભાસ્કર) (દિવ્યભાસ્કરના અનુભવી અને પીઢ પત્રકાર શાયર રાવલનો ખુબ ઉપયોગી સૂચનો સાથેનો અહેવાલ)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...