Sunday, September 27, 2026

અમદાવાદમાં છેલ્લા 26 દિવસમાં 1441 રખડતા ઢોર પકડાયાં, 12 લાખ દંડ વસુલાયો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં રખડતા ઢોરથી શહેરીજનોને પડતી મુશ્કેલી અંગે પગલાં લેવાની તાકીદ કર્યા બાદ AMC દ્વારા પોલીસી બનાવીને રખડતા ઢોર પકડવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવ ટીમો દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઓક્ટોબરના છેલ્લા 26 દિવસમાં 1441થી વધુ પશુઓને પકડવામાં આવ્યા છે. જ્યારે 225 પશુઓ છોડાવવા માટે પશુ માલિકો પાસેથી 12 લાખ દંડ પેટે વસૂલવામાં આવ્યા છે. 46થી વધુ પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

AMCના સૂત્રોના કહેવા મુજબ વર્ષ 2023ના 10 મહિનામાં 10516 જેટલા પશુઓ પકડવામાં આવ્યા હતા. જેમાંથી પશુ માલિકો દ્વારા 1231 પશુઓ છોડાવવા માટે 72.08 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે 448 પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મ્યુનિ.ના સીએનસીડી વિભાગ દ્વારા પશુ પકડવાની કામગીરી કરવામાં આવી હતી અને વિવિધ વિસ્તારોમાંથી 136 પશુઓ પકડવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023ના અમલવારી અન્વયે શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારો ઓમનગર, મેમ્કો, નરોડા પાટીયા, ઠક્કરનગર, બાપુનગર, સરસપુર, મણિનગર, બેહરામપુરા, ભુલાભાઇ પાર્ક, મજુરગામ, રાજેન્દ્રપાર્ક, ભીમજીપુરા, રામાપીર ટેકરો, જમાલપુર, વાડજ, મીરજાપુર, શાહપુર, ચાણકયપુરી, કર્ણાવતી કલબ, બોપલ, ઘુમા, અમરાઇવાડી, હાટકેશ્વર, મેઘાણીનગર, ચાંદલોડીયા, વણજારગામ, વસ્ત્રાલ, મોટેરા, ત્રાગડ, વિરાટનગર, ખોખરા, ઇસનપુર, ગરીબનગર, ખાડીયા, રાઇપુર, જગતપુર, આંબાવાડીમાં પશુઓ પકડવામાં આવ્યા હતા..

શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે પોલીસી-2023ની 1 સપ્ટેમ્બરથી અસરકારક અમલવારીની વ્યવસ્થા ગોઠવી સંયુક્ત કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. શહેરમાં પશુમાલિકો તેમના પશુઓ પોતાની માલિકીના જગ્યામાં રાખે, ખુલ્લા ન છોડે, ન્યુસન્સ, ગંદકી ન થાય તેમજ નાગરિકો તથા ટ્રાફિક અવર-જવરમાં અડચણ ઉભી ન કરે, પશુ રાખવાની જગા ન હોય તેવા પશુઓને શહેર બહાર અન્યત્ર શીફટ કરવા, પશુ રાખવા લાયસન્સ પરમીટ મેળવી લેવા, પશુઓની નોંધણી કરાવી RFID ચીપ અને ટેગ લગાડવા, પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ નહીં કરવા, રખડતા પશુ પકડવાની મ્યુનિ કોર્પો શહેર પોલીસની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઉભો નહીં કરવા તકેદારી રાખવા પશુમાલિકો / પશુપાલકોને તાકિદ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...