Sunday, April 26, 2026

શરદ પૂનમ પર ચંદ્રગ્રહણને લઈને આ ચાર સુપ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

spot_img
Share

અમદાવાદ : આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરે શરદ પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી રાજ્યના વિવિધ સુપ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, દ્વારકા અને સોમનાથ મહાદેવ મંદિરમાં બપોર બાદ ભક્તો દર્શન કરી શકશે નહીં. શરદ પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી આ મંદિરો દર્શન માટે બંધ રાખવામા આવ્યા છે.

રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર
અંબાજીમાં આવતી કાલે બપોર બાદ મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. તેમજ આજે અંબાજીમાં માતાજીને દૂધપૌઆનો ભોગ ધરાવાશે. જ્યારે ચંદ્રગ્રહણના દિવસે બપોરે 2થી 2.30 કલાકે સાયં આરતી કરવામાં આવશે.
ચંદ્રગ્રહણને લઈને દ્વારકાધીશ મંદિરમાં પણ 27 ઓક્ટોબરે રાસોત્સવ યોજાશે.
સોમનાથ મહાદેવ મંદિરમાં વિવિધ પૂજા બંધ રખાશે.સોમનાથ મહાદેવ મંદિરમાં સાયં આરતી બંધ રહેશે.
પાવાગઢ મંદિર આવતી કાલે પુનમના દિવસે બપોર બાદ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચંદ્રગ્રહણને લઈને બપોરે 2.30 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...