Sunday, April 26, 2026

નારણપુરામાં આગ બાદ ઘરમાંથી ફાયર વિભાગના જવાનને મળ્યું 100 તોલા સોનું, પછી જુઓ શું થયું

spot_img
Share

અમદાવાદ : ક્યારેક ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આવી જ એક ઘટના શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ પટેલ કોલોનીમાં પંચનિધિ એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક એ-12માં એક મકાનમાં રૂમમાં શુક્રવારે રાત્રે અચાનક આગ લાગી હતી. ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની બે ગાડીઓએ ઘટનાસ્થળે પહોચીને એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ પર કાબૂ મેળવાયા બાદ જ્યારે તપાસ શરૂ કરાઈ તો ઘરમાંથી ઘરેણાનું બોક્સ મળ્યું જે ચર્ચાનો વિષય બની ગયો.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તાર છે ત્યાં પંચનિધિ બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં ઘરવખરી બધી જ ખાખ થઈ ગઈ હતી. પરંતુ એક બોક્સમાં મકાનમાં રહેતા શખસના 100 તોલા દાગીના હતા. જેને સુરક્ષિત બહાર લાવવામાં ફાયર બ્રિગેડની ટીમનો મોટો હાથ રહેલો જોવા મળ્યો છે. ફાયરબ્રિગ્રેડ અધિકારીએ આગ બુઝાવી દીધા બાદ ઘરેણાના બોક્સ ખોલવાનું શરૂ કર્યું હતું. જેમાં આ ઘરેણાના બોક્સને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. એટલું જ નહીં તે બળીને ખાખ થઈ ગયા હતા.

તો કેટલાક બોક્સની અંદર જે ઘરેણા રહેલા હતા તે સુરક્ષિત હતા. એક એક કરીને આ ફાયરબ્રિગ્રેડ અધિકારીએ તમામ ઘરેણા એક થેલીમાં મુક્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દાવો કરાઈ રહ્યો છે કે આ ઘરેણા 100 તોલાના હતા. જેથી કરીને તેને બચાવી લેવામાં ફાયરબ્રિગ્રેડ અધિકારીનો મોટો હાથ રહેલો છે. આ બિલ્ડિંગમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી એવી માહિતી મળી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...