Sunday, September 27, 2026

અમદાવાદીઓ દિવાળીના તહેવારોમાં રહેજો સાવધાન ! AMCએ લીધેલા ઘી-પનીરના 4 સેમ્પલ ફેલ થયા

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે. ત્યારે આ પહેલા અમદાવાદમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને શહેરમાં વિવિધ ખાણીપીણીની દુકાનો પર તપાસ હાથ ધરી છે. ત્યારે AMC દ્વારા લેવામાં આવેલા ઘી અને પનીરના સેમ્પલ પૈકી ઘીના 3 અને પનીરનું એક સેમ્પલ ફેલ થયુ છે.

દિવાળાના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે AMCના ફૂડ વિભાગ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે AMCની આ તપાસમાં કેટલાક દુકાનદારો દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં AMC દ્વારા લેવામાં આવેલ સેમ્પલોમાંથી કેટલાક ઘી અને પનીરના સેમ્પલો ફેલ ગયા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ પાલડી CNG પંપ પાસે આવેલા જલારામ પરોઠા હાઉસમાંથી ફૂડ વિભાગની ટીમે પનીરના સેમ્પલ લીધા હતા. જે AMCની લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. તેમજ માધુપુરામાં ટાકાટુકા ટ્રાન્સપોર્ટ પાસે આવેલા એચ.પી ફૂડ્સમાંથી લીધેલ ઘીનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.

આ સાથે નિકોલ ગામમાં આવેલ સહજાનંદ ઘી પાર્લરમાંથી લેવામાં આવેલું ઘીનું સેમ્પલ અને મેમનગર સુભાષ ચોક પાસે આવેલ શ્રીજી ડેરી પાર્લરનું ઘીનું સેમ્પલ પણ ફેલ થયુ છે.સબસ્ટન્ડર્ડનો અર્થ થાય છે કે જે મુખ્ય તત્વ છે તે તત્વમાં અન્ય કોઇ અખાદ્ય વસ્તુ ઉમેરવામાં આવી છે. અથવા કલર તેમજ પામોલીન તેલ ઘીમાં ઉમેરાયું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત દિવસમાં ફુડ વિભાગે વિવિધ ખાદ્યચીજના 143 સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...