Sunday, March 15, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી માથાં વગરનો યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

spot_img
Share

અમદાવાદ : શહેરના મકરબા કોર્પોરેટ રોડ પાસેથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વેજલપુરના ગ્રીન એકર બિલ્ડીંગ પાસે ધડ વગરનો એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. માથું શરીરથી અલગ કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું. પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસને જાણ થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ આજે સવારે અમદાવાદના મકરબા-કોર્પોરેટ રોડ પર ગ્રીન એકર બ્લિડિંગ નજીક કપાયેલું માથું અને કાપેલી હાલતમાં શરીરનો ભાગ મળી આવ્યો હતો. આનંદનગર વિસ્તારમાંથી વહેલી સવારે સ્થાનિકો દ્વારા પોલીસને ફોન કરીને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. હંસ રેસિડેન્સી નજીક એક ખુલ્લા પાર્ટી પ્લોટમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં પ્લોટમાં અવાવરું જગ્યાએ યુવકનો મૃતદેહ પડ્યો હતો.ઘટનાને પગલે આનંદ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે યુવાનની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનું અનુંમાન લગાવવામા આવી રહ્યું છે.

સમગ્ર ઘટનાની જાણ આનંદનગર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઈ હોય તેવું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. FSLની ટીમ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ મૃતદેહ અંદાજિત 15 દિવસ પહેલાનો છે.

આનંદનગર પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં સ્થળ પર જઈને પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર આઆ અવવારું ખુલ્લા પાર્ટી પ્લોટમાં અજાણ ઇસમો ફેંકી ગયા હોય શકે છે. જે બાદ હવે પોલીસ દ્વારા આઅ મૃતદેહને ફેંકી જનારા ઇસમોને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશામાં તપાસ કરવા માટે અલગ અલગ ટીમને કામ સોંપી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...