Monday, September 21, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીએ લીધો 11 માસના બાળકનો ભોગ, જાણો સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની અસારવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી તબીબ ન આવતા બાળકનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ કલાકો સુધી સારવાર ન મળતા જૂનાગઢના 11 માસના બાળકનું મોત થયું છે.

પ્રાપ્ત જાણકારી મુજબ જૂનાગઢના મેંદરડા નજીક સમઢિયાળા ખાતે રહેતા નરસિંહ પરમારના 11 મહિનાના પુત્ર માહિરને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામા આવ્યો હતો. અહીં 6 નવેમ્બરે તેનું ઓપરેશન થયું. પરંતુ ઓપરેશનના કલાકોમાં જ આ બાળકને સખત તાવ આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી તબીબ ન આવતા સારવારના અભાવે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ થયો છે.પરિવારની ફરિયાદ બાદ સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે.

બાળકના પરિવારજનોનો આક્ષેપ છે કે, ફરજ પરના નર્સને તાવ વિશે કહેતા જાતે તાવ માપી લેવા માટે કહ્યું હતું. તેમજ સ્ટાફને વારંવાર ડોક્ટરને બોલાવવા માટે વિનંતી કરવા છતા સાંજે 6 વાગ્યા સુધી કોઈ ડોક્ટર ન આવ્યા અને બાળકનું મોત થઈ ગયું હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે.ઘટના સામે આવ્યા બાદ સિવિલના સુપ્રીટેન્ડન્ટ સમક્ષ જવાબદારો સામે પગલા ભરવા માટે માંગ કરી છે.

અમદાવાદની સિવિલ હોસ્ટિપલની બેદરકારી અવારનવાર સામે આવતી રહે છે એ જ અરસામાં હવે વધારે એક કિસ્સો સામે આવ્યો છે અને એક 11 મહિનાના બાળકનું મોત થયું છે. દિવાળીના તહેવાર ટાંણે જ આવી ખબર કોઈનો પરિવાર આખરે કેમ સહન કરી શકે, ઉત્સાહના માહોલમાં ઘરમાં માતમ પ્રસરે છતાં સિવિલનું તંત્ર કેમ જાગવાનું નામ નથી લઈ રહ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...