Friday, July 31, 2026

ટૂંક સમયમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી થશે, આ મહિનાથી શરૂ થશે ટ્રાયલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મેટ્રો કનેક્ટિવિટીને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ ફેઝ-2નું કામ તેના અંતિમ તબક્કામાં છે. હાલ અમદાવાદ-ગાંધીનગરવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે કે મેટ્રો રેલ ફેઝ-2 નું ટ્રાયલ એપ્રિલ માસમાં શરૂ થશે. ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદી પર મેટ્રો બ્રિજનું કામ તેના છેલ્લા તબક્કામાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2નું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.ત્યારે હાલ અમદાવાદથી ગાંધીનગર ગીફ્ટ સિટી સુધીનાં મેટ્રોનાં રૂટની કામગીરીને અપડેટ આવી રહ્યું છે. એપ્રિલમાં કામગીરી પૂર્ણ થયા બાદ આ રુટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો શરૂ થવાથી લાખો લોકોને ખૂબ જ રાહત મળશે.સાબરમતી નદી પર બ્રિજનાં 23 માંથી 22 સ્પાન લગાવી દેવાયા છે. બ્રિજનાં સ્પાનની કામગીરી પૂર્ણ થયા બાદ આગળની કામગીરી હાથ ધરાશે. મેટ્રોની રેલિંગ, પાટા અને સિગ્રનલનાં સપ્લાયનું કામ જલ્દી શરૂ કરાશે.

અમદાવાદ મેટ્રે ફેઝ-2 માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 અને ગિફ્ટ સીટીનાં 20 કિ.મી. ની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે. હાલ સાબરમતી નદી તેમજ નર્મદા નદી ઉપર બે મોટા પુલોની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે. નવા વર્ષમાં એપ્રિલ માસમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રે દોડતી થવાની શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...