Saturday, September 26, 2026

ગાંધીનગર જિલ્લા કલેક્ટરનું જાહેરનામું, આજે આ રસ્તાઓ ફિલ્મફેર એવોર્ડસને કારણે રહેશે બંધ

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતના આંગણે પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ યોજાઈ રહ્યો છે. ગિફ્ટ સિટીમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે એવોર્ડ ફંક્શન માટે ગિફ્ટ સિટી કન્ટ્રી કલબ પાસે મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે. ફિલ્મ ઉદ્યોગના ગુજરાતમાં વિકાસની તકોની દ્રષ્ટિએ ફિલ્મફેરનું ગુજરાતમાં આયોજન થઈ રહ્યું છે. બૉલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સિતારાઓ ફિલ્મફેર એવોર્ડમાં પર્ફોમન્સ આપશે. ફિલ્મ જગતની અનેક હસ્તીઓ ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપશે. પરંતુ ફિલ્મફેર એવોર્ડને લઈને આજે ગાંધીનગરમાં રસ્તા બંધ રહેવાના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ‘ફિલ્મફેર એવોર્ડ’ ને લઈ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજે 28 જાન્યુઆરીએ આ માર્ગ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યા છે. 28 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી મધ્યરાત્રી સુધી અમુક રસ્તાઓ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે. 28 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યાથી મધ્યરાત્રી સુધી ગાંધીનગરના કેટલાક રસ્તાઓ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.

જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ, નેશનલ ફિલ્મફેર એવોર્ડ સમારોહ નિમિત્તે 28 જાન્યુઆરી, 2024 ના રોજ ગાંધીનગરમાં પીડીપીયુથી ગિફ્ટ સિટી તરફ જતાં આઈકોનિક બ્રિજ અને ગિફ્ટ સિટી તરફનો રસ્તો જાહેર જનતાની અવરજવર માટે બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત, શાહપુર બ્રિજથી ગિફ્ટ સિટી તરફ જતો રસ્તો જાહેર જનતા માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે શાહપુર બ્રિજથી સીધા લવારપુર બ્રિજ તરફનો માર્ગ વાહનચાલકોના અવરજવર માટે ઉપયોગમાં લઈ શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...