Saturday, September 26, 2026

અમદાવાદમાં સતત પાંચમા દિવસે પાન-મસાલાની પિચકારી મારનાર 162 લોકોને દંડ કરાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવાની ઝૂંબેશના ભાગરુપે સતત પાંચમા દિવસે મંગળવારે 162 લોકોને દંડ કરાયો હતો.આ પૈકી સૌથી વધારે ઉત્તર ઝોનમાં 38 જેટલા લોકોને થુંક્તા ઝડપી પાડવામાં આવ્યા હતા. જાહેર રોડ ઉપર થૂંકનારાના ઘરે CCTV કેમેરાની મદદથી તેમના ઘરે ઈ-મેમો મોકલીને વહીવટી દંડની વસૂલાત કરાશે.

પ્રાપ્ત વિગતો મુજબ જાહેર સ્થળો કે રોડ પર પાન-મસાલાની પિચકારી મારતાં લોકોને પકડીને દંડ ફટકારવાની મ્યુનિ. કમિશનરની સૂચનાને પગલે જેના પગલે સતત પાંચમા દિવસે મંગળવારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 162 લોકોને જાહેર રસ્તા પર થૂંક્તા દંડની કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો મુજબ 16250 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.સૌથી વધારે ઉત્તર ઝોનમાં 38 જેટલા લોકોને થુંક્તા ઝડપી પાડવામાં આવ્યા હતા.ઉત્તર ઝોનમાં આજે દિવસ દરમિયાન લોકો સામે કાર્યવાહી કરી તેમની પાસેથી કુલ રૂપિયા 3800નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને સઘન બનાવવામાં આવશે.

આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટ અતંર્ગત શહેરમાં ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરતા નાગરીકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે. 130 થી વધારે ટ્રાફીક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા 6000 થી વધારે CCTV કેમેરાનાં આધારે વાહનો ચલાવતા પાન-મસાલા ખાઇ જાહેરમાં થૂંકનાર નાગરીકોની વીડિયો ક્લિપ ઈમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓનાં રહેઠાણનાં સરનામે ઈ-મેમો પણ મોકલવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...