22.2 C
Gujarat
Thursday, December 26, 2024

અમદાવાદીઓ સાવધાન, AMTS-BRTS માં મુસાફરોને ટાર્ગેટ કરતી ચોર ગેંગ થઈ છે સક્રિય, પોલીસે બે મહિલાની કરી ધરપકડ

Share

અમદાવાદ : છેલ્લા થોડા સમયથી અમદાવાદમાં AMTS અને BRTSની મુસાફરોના કિંમતી માલ સામાનની ચોરીના બનાવો બનતા હતા. ત્યારે નજર ચૂકવી ચોરી કરતી એક ગેંગ સક્રિય થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આ મહિલા ગેંગની બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના સરદારનગરમાં રહેતી રામેશ્વરી ગાયકવાડ તેમજ સોનલ ગાયકવાડની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચોરી ઓ થવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો હતો. શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પણ તાજેતરમાં બસમાંથી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે મહિલાની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના સરદારનગરમાં રહેતી રામેશ્વરી ગાયકવાડ તેમજ સોનલ ગાયકવાડની ધરપકડ કરી છે. પોલીસને આ બંને મહિલાઓ પાસેથી 50,000 રોકડા, 700 યુએસ ડોલર, પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે પકડેલી મહિલા ચોર રામેશ્વરી ગાયકવાડ તેમજ સોનલ ગાયકવાડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ બંને મહિલાઓ અગાઉ પણ ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપી ચૂકી છે. જેમાંથી રામેશ્વરી ઉર્ફે છોટી વિરૂદ્ધ અગાઉ સેટેલાઈટ, નારણપુરા અને ચાંદખેડામાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જ્યારે સોનલ ગાયકવાડ વિરુદ્ધ અગાઉ કાલુપુર, સેટેલાઈટ, ઇસનપુર, ખાડિયા, રખિયાલ, કારંજ, કાગડાપીઠ, નારણપુરા, એલિસબ્રિજ, સરદારનગર સહિત અનેક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

મહત્વનું છે કે અગાઉ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ પ્રમાણે જ BRTS અને AMTS બસમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતા એક દંપતીની પણ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે વધુ એક વખત આ બંને મહિલાઓ પકડાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બંને મહિલાઓ દ્વારા આ સિવાય અન્ય કોઈ ચોરીઓ કે ગુનાઓ કરેલા છે કે કેમ તેને લઈને પૂછપરછ શરૂ કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles