અમદાવાદ : અમદાવાદમાં સાબરમતીથી વટવા સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને શાહીબાગમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હૉસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ 31મી જુલાઈથી પહેલી સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય છે. નોંધનીય છે કે શાહીબાગ વિસ્તારમાં આવેલ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રીજની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પિલર ઉપરના સેગમેન્ટ લગાવવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શાહીબાગ ઘેવર સર્કલ, રાજસ્થાન હોસ્પિટલ તરફથી આવતો ટ્રાફિક કે જે નમસ્તે સર્કલ તરફ જવા માટે બ્રિજની બાજુના રસ્તેથી બ્રિજની નીચે થઈને શનિદેવ મંદિર થઈને શાહીબાગ અંડર પાસથી નમસ્તે સર્કલ તરફ જઈ શકશે.
નમસ્તે સર્કલ થી રાજસ્થાન હોસ્પિટલ સુધીનો ‘આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રેલ્વે ઓવર બ્રિજ’ ના બંને છેડા તરફના વાહનોની અવરજવર તારીખ ૩૧/૦૭/૨૫ થી ૦૧/૦૯/૨૫ સુધી બંધ રહેશે.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #trafficnotification @GujaratPolice @SafinHasan_IPS pic.twitter.com/nEXS5A0bFW
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) July 31, 2025
રાજસ્થાન હોસ્પિટલ, ઘેવર સર્કલ તરફ જવા માટે નમસ્તે સર્કલથી જુની પોલીસ કમિશનરની કચેરી થઈને શાહીબાગ અંડર પાસ પસાર કરીને સરદાર પટેલ સ્મારકથી જમણી બાજુ યુ-ટર્ન લઇને આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રિજની બાજુના રસ્તેથી રાજસ્થાન હોસ્પિટલ તથા ઘેવર સર્કલ તરફ જઈ શકાશે.
રાજસ્થાન હોસ્પિટલથી નમસ્તે સર્કલ જવા માટે રાજસ્થાન હોસ્પીટલથી આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રિજની બાજુના રસ્તેથી બ્રિજ નીચેના ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને જવાનું. ત્યાથી શ્રી મહાકાળી મંદિર સર્કલથી જમણી બાજુ વળીને બાબુ જગજીવન રામ રેલવે ઓવર બ્રિજ થઈને ઈદગાહ સર્કલથી જમણી બાજુ વળી દરીયાપુર સર્કલથી દિલ્હી દરવાજાથી જમણી બાજુ થઈ નમસ્તે સર્કલ જઈ શકાશે.