Wednesday, July 22, 2026

રાણીપની 17 વર્ષીય સગીરા સાથે આબુમાં સામુહિક દુષ્કર્મ, આબુમાં 31st પાર્ટીને બહાને કુકર્મનું ષડયંત્ર !

spot_img
Share

અમદાવાદ: સોશિયલ મીડિયા મારફતે થયેલી મિત્રતા અનેક લોકો માટે મુશ્કેલીનો પહાડ બની હોય તેવા કિસ્સાઓ આપણી સામે અવારનવાર સામે આવતા છે. છતાં પણ લોકો ક્યાંક લાલચ, ધાક ધમકી કે પ્રેમમાં અજાણ્યા લોકો પર વિશ્વાસ મૂકી છે. આવું જ કંઈક અમદાવાદમાં રહેતી એક સગીરા સાથે બન્યું છે, જે દુષ્કર્મનો શિકાર બન્યા બાદ હાલ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જોકે સમાજ માટે ફરી એક વાર આંખ ઉઘાડતો કિસ્સો બની ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસે પકડેલા આ શખ્સનું નામ દિવ્યેશ પારેખ છે, 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી બેહોશ કરી તેની પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ છે, જોકે આ કેસ સામુહિક દુષ્કર્મ તરીકે પોલીસ જોઈ રહી છે, કારણ કે સગીરાની સાથે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું ત્યારે ભોગ બનનારી સગીરા મિત્રે પણ તેના શરીરના ગુપ્ત ભાગો પર હાથફેરો કર્યો હતો, તેમજ આખી ઘટનાનો વીડિયો પોતાના ફોનમાં રેકોર્ડ કર્યો હતો. જોકે તે વીડિયો વાયરલ ન થયો હોત તો આ ઘટના અંગે ભોગ બનનાર કે પોલીસને જાણ પણ ના થઈ હોત.

સમગ્ર ઘટનાની શરૂઆતથી વાત કરીએ તો, રાણીપ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે કલોલની 14 વર્ષની સગીરા સાથે મિત્રતા થઈ હતી, જે કલોલની સગીરા ભોગ બનનાર સગીરાને 31મી ડિસેમ્બરની પાર્ટી કરવા માટે માઉન્ટ આબુ લઈ ગઈ હતી, ત્યાં કલોલની સગીરા સાથે તેનો મિત્ર દિવ્યેશ પારેખ અને અન્ય ચાર યુવકો પણ ગયા હતા. તમામ મિત્રોએ દારૂ પાર્ટી શરૂ કરી ત્યારે કલોલની સગીરાએ ભોગ બનનાર સગીરાને અલગ રૂમમાં પાર્ટી કરવાનું કહી બંને સગીરા અને દિવ્યેશ પારેખ અલગ રૂમમાં ગયા હતા તે દરમિયાન ભોગ બનનાર સગીરાને કેફી પીણામાં નશા કારક પદાર્થ પીવડાવતા બેહોશ જેવી થઈ ગઈ હતી જેનો લાભ ઉઠાવી દિવ્યેશ પારેખે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને 14 વર્ષની સગીરાએ તેને શારીરિક અડપલાં કર્યા હતા અને સાથે જ તેનો વિડીયો પણ પોતાના ફોનમાં રેકોર્ડ કર્યો હતો.

સગીરા જ્યારે ભાનમાં આવી ત્યારે તેને પોતાની સાથે કંઈક અજુગતું થયું હોવાનું લાગ્યું હતું અને જે અંગે તેને દિવ્યેશ પારેખ અને તેની મિત્રને પૂછતા કોઈએ સરખો જવાબ ન આપતા તે એકલી ટ્રેનમાં અમદાવાદ આવી ગઈ હતી. જોકે ગત 11 મી માર્ચના રોજ સગીરાની કલોલ ખાતે રહેતી અન્ય એક મિત્રએ તેને ઈન્સ્ટાગ્રામ પર ફોન કરી તેનો સેક્સ વીડીયો વાયરલ થયો હોવાની જાણ કરી વિડીયો મોકલ્યો હતો. જે વિડિયો જોતાની સાથે જ સગીરાના હોશ ઉડી ગયા હતા અને તેને માઉન્ટ આબુમાં બનેલી આખી ઘટનાની જાણ થઈ હતી. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની સગીરા અને 22 વર્ષના દિવ્યેશ પારેખ સામે પોક્સો અને આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાતા તપાસ SCST સેલને સોંપતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને 14 વર્ષની સગીરાની પૂછપરછ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપી દિવ્યેશ પારેખ કલોલમાં હેર સલૂનની દુકાનમાં કામ કરે છે, અને 14 વર્ષની સગીરા ધોરણ 9 માં અભ્યાસ કરે છે. તેના પિતાનું અવસાન થયું છે અને એના દાદીની પેન્શન પર પરિવારનું ગુજરાન ચાલે છે. જોકે આટલી નાની ઉમરે આ પ્રકારના ગંભીર ગુનાને અંજામ આપવા બાબતે હવે પોલીસ માઉન્ટ આબુ ફરવા ગયેલા તમામ મિત્રોની પૂછપરછ કરી રહી છે, સગીરા સાથે અન્ય કોઈ મિત્રએ દુષ્કર્મ કર્યું છે કે કેમ તેની પણ તપાસ કરાવી રહી છે. વધુમાં પોલીસે પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...