22.2 C
Gujarat
Thursday, December 26, 2024

અમદાવાદ ટ્રાફિક પોલીસની ઉમદા પહેલ, 7000 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હેલમેટ

Share

અમદાવાદ : અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ વધતા બાળકોની સુરક્ષા અને હેલ્મેટને લઈને જાગૃત કરવા શહેરની ટ્રાફિક પોલીસે મિશન હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ અંતર્ગત એક ઉમદા પહેલ શરૂ કરી છે. હેલ્મેટ પ્રત્યે બાળકો થકી વાલીઓને જાગૃત કરવા માટેનું એક અભિયાન પોલીસે શરૂ કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે 7 હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યુ હતુ અને વાલીઓમાં પણ હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે.

ટ્રાફિક પોલીસ દ્વારા ઇસનપુરમાં આવેલી રોટરી કલબમાં સ્કૂલના વિધાર્થીઓને હેલ્મેટ વિતરણ કરીને ટ્રાફિકના નિયમનનું પાલન કરવાનું વચન લીધું છે.અમદાવાદ ટ્રાફિક પોલીસના પૂર્વ ઝોને વિવિધ ઔદ્યોગિક સંગઠનોની મદદથી મિશન હેલ્મેટ સંસ્કાર શરૂ કર્યુ છે.જેમાં વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, કઠવાડા ઇન્ડસ્ટ્રી એસોસિયેશન, નરોડા ઇન્ડસ્ટ્રી એસોસિયેશન, ઝાયડસ ગ્રૂપ, કંકુબાગ ધ ફેમિલી મોલ, નારોલ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન, ચીરીપાલ ગ્રૂપ, મંગલ ટેકસ્ટાઇલ જેવા ગ્રૂપે કુલ સાત હજારથી વધુ શાળાએ જતા બાળકો માટે હેલ્મેટ વિતરણ માટે યોગદાન આપ્યું હતું. રોટરી ક્લબ ઓફ કાંકરિયા ખાતે સરદાર પટેલ અને ઇસનપુર સ્વામી વિવેકાનંદ વિધ્યાલયના સહયોગથી મિશન હેલ્મેટ સંસ્કારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બે અઠવાડીયા સુધી સ્કૂલની પાસે આવેલા જાહેર રોડ ઉપર હેલ્મેટ વિતરણ કરવામાં આવશે. આ મિશન હેલ્મેટ સંસ્કાર કાર્યક્રમ દેશમાં એક પ્રકારની નવીન પહેલ છે. જેમાં મોટા પ્રમાણમાં બાળકો હેલ્મેટના મહત્વ તેમજ તેના ફાયદાઓ વિશે શિક્ષિત બનશે. આ મિશન હેલ્મેટ સંસ્કાર કાર્યક્ર્મનો પ્રારંભ રોટરી ક્લબ ઓફ કાંકરીયા, હીરાભાઇ ટાવર રોડ ઇસનપુર અમદાવાદ ખાતે સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ઇસનપુરના સહયોગથી યોજાયો હતો.

શહેરમાં ટ્રાફિકની સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. તે ઉપરાંત વાલીઓ નાની ઉંમરથી જ તેમના સંતાનોને વાહનો ચલાવવાની મંજૂરી આપી દેતા હોય છે. જેમાં કેટલીક વાર અકસ્માતોમાં જ વાલીઓ તેમના વ્હાલસોયાને ખોઈ બેસતા હોય છે. ત્યારે 17માં સંસ્કાર એટલે કે, હેલ્મેટ સંસ્કારને પણ જોડવાનો નિર્ધાર કર્યો છે. જીવનની સલામતી વિના અન્ય 16 સંસ્કારો મદદરૂપ થશે નહીં. આથી દરેક બાળકને તેની સમજણના શરૂઆતના દિવસોથી જ હેલ્મેટનું મહત્વ શીખવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક મિશન હાથ ધરવામાં આવ્યું છે. જેથી દરેક બાળક સમય જતાં પોતાની સલામતીની જવાબદારીનું પાલન કરી શકે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles