અમદાવાદ : પ્રાથમિક શિક્ષણના પ્રારંભથી જ નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે-સાથે આર્થિક બચતના પાઠ એટલે મની મેનેજમેન્ટ પણ શીખવવામાં આવશે. જીવનમાં સફળ બનવાના નિશ્ચય સાથે શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ તો કરી જ રહ્યાં છે પરંતુ તેમને આર્થિક બચતનું મહત્વ પણ શરુઆતથી જ સમજાવવામાં આવશે તો જીવન વધુ સરળ બનશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાંપ્રત સમયમાં શાળા એટલે શિક્ષણની સાથે જીવન ઉપયોગી જ્ઞાનથી માહિતગાર કરવાનું એક પાવન સ્થળ. નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળાએ આવા જ એક પ્રયોગના ભાગ રૂપે તા. 31/7/25 ને ગુરુવારે એક અનોખા સેમિનારનું આયોજન કર્યું.જેમાં SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ) ના જાણીતા તજજ્ઞ સંજયભાઈ ડોડીયા કે જેઓ ઝીલ ઇન્વેસમેન્ટના ફાઉન્ડર છે, તેમના દ્વારા શાળાના શિક્ષકોને પ્રોજેક્ટર દ્વારા આર્થિક રોકાણ અને ભાવિમાં સારા રિટર્ન માટે શું થઇ શકે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
શિક્ષકો ક્લાસમાં બાળકોને બચત અને તેના યોગ્ય રોકાણ બાબતે અત્યારથી માહિતગાર કરે, જાગૃત કરે, ખોટા ખર્ચ ન કરે તેના માટે જીણામાં જીણી તાલીમ સંજયભાઈ દ્વારા આપવામાં આવી હતી.જેથી આવનાર સમય અને મોંઘવારીને નાથવા ભણતર સાથે બાળકોને રોકાણની યોગ્ય સમજ મળે તો બાળકોનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત કરી શકાય..